આર્યન ખાનના છુટકારાનું કાઉન્ટ ડાઉન શરુ, બેલ ઓર્ડર જારી, આ શરતો માનવી પડશે

બાદશાહ’ના દીકરા આર્યનની ‘મન્નત’માં થશે એન્ટ્રી

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કિંગ ખાનના દીકરા આર્યન ખાનને ગઈકાલે જામીન મળ્યા બાદ આજે બોમ્બે હાઈકોર્ટે બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. આર્યન આજે જ જેલમાંથી બહાર આવી શકે છે. આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

બોમ્બે હાઈકોર્ટે જારી કરેલા બેલ ઓર્ડરમાં એવું જણાવાયું છે કે આર્યન ખાને કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવી દેવો પડશે અને ડ્રગ્સ કેસના તપાસનીશ અધિકારીની મંજૂરી વગર મુંબઈ છોડીને બહાર નહીં જઈ શકે. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે.

જામીન શરતોની ઉપરાંત, બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન માટે ફરજિયાત કર્યું છે કે તે મીડિયા સમક્ષ તેની કાર્યવાહી સંબંધિત કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકે. તે ઉપરાંત આર્યનખાન, અરબાઝ મરચ્ન્ટ અને મુનમુન ધામેચાએ દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજરી આપવી પડશે. આ તમામે અનિવાર્ય કારણો સિવાય તમામ તારીખે હાજરી આપવી પડશે. એક વાર ટ્રાયલ શરુ થયા બાદ તેઓ ટ્રાયલમાં વિલંબ નહીં કરી શકે.

બોમ્બે હાઈકોર્ટે બેઈલ ઓર્ડરમાં એવું પણ જણવ્યું છે કે જો આમાની કોઈ શરતોનું ઉલ્લંઘન થશે તો એનસીબી તેમના જામીન રદ કરી શકશે. તે ઉપરાંત હાઈકોર્ટે ત્રણેયને એવો પણ ઓર્ડર કર્યો કે તેઓ ક્રુઈઝ પાર્ટીની જેમ બીજી કોઈ ગતિવિધિ નહીં કરી શકે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી