એશિયાના સૌથી મોટા જીરા માર્કેટ ઉંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

નકલી સોનું મળે-બને, પણ નકલી જીરું….

3200 કિલોના નકલી જીરાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણાનું ઊંઝા અને જીરું એટલે એકબીજાના પ્રયાય. એશિયાનું સૌથી મોટું જીરા માર્કેટ એટલે ઉઝા. જ્યાં જીરામાં ખેડૂતોના વિશ્વાસ રાખી સોદા કરે છે પણ ઊંઝાની આ ઓળખને નકલી જીરૂ બનાવતી ફેક્ટરીએ ઝાંખી પાડી છે. ઊંઝાના જીરાની વિશ્વભરમાં માંગ હોય છે જેનો ફાયદો ઉઠાવી બિનેશ પટેલ નામનો શખ્સ કેફટરીમાં નકલી જીરું બનાવી બજારમાં ખાણી પીણી માટે વેચી દેતો.

મહેસાણાના ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાડેલા દરોડામાં 3200 કિલોના નકલી જીરાના જથ્થો ઝડપાયો છે. વરિયાળીનું ભુસુ, ક્રીમ કલર અને ગોળની રસીના મિશ્રણનો જથ્થો પણ કબજે લેવાયો છે. બિનેશ પટેલ નામના શખ્સ ખુલ્લે આમ ફેક્ટરીમાં પોતાનો આ ગોરખધંધો ચલાવતો હતો. જેની જાણ થતાં રેડ કરી નકલી જીરાના સેમ્પલ લઈને વધુ તપાસ માટે લેબોરેટરી મોકલ્યા છે. આવું બનાવટી જીરું લોકોના સ્વાસ્થય સાથે ચેડા કહેવાય. આથી ફેક્ટરી માલિક સામે ફરિયાદ

આ દરોડા દરમિયાન ટીમના ધ્યાને આવ્યું હતું કે ફેક્ટરીમાં વરિયાળીના ભૂસા સાથે ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્સ કરવામાં આવે છે જે બાદ તડકામાં સુકવી જીરુંના આકાર અને કલર જેવું બનાવટી જીરું બનવવામાં આવે છે અને ઉંઝાના પટેલ બિનેશ રમેશભાઈ આ બનાવટી જીરું બનાવતાં ટીમના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ અત્યાર સુધી કેટલું જીરું બનાવ્યુ અને કોણે કોણે વેચ્યું તેની તપાસ થઈ રહી છે.

 98 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી