બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મતગણતરીનો પ્રારંભ….

બંગાળમાં 138ના રૂઝાનમાં 76 પર ટીએમસી આગળ ભાજપ 58 પર

છેલ્લાં બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પછી આખરે આજે બીજી મેના રોજ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થયા છે. સવારથી પાંચ રાજ્યોમાં મતઘણતરીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. છે. 5 રાજ્યોમાં સૌથી વધુ નજર બંગાળ પર ટકી છે. કેમકે આ વખતે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને સામ્યવાદી અને કોંગ્રેસથી નહીં પણ ભાજપાથી સીધી ટક્કર થઈ છે

બંગાળમાં 292માંથી 138 બેઠકોના રૂઝાન આવવા શરૂ થયાં છે જેમાં 76 પર મમતાદીદીની પાર્ટી ટીએમસી આગળ છે મઅને 58 પર ભાજપ આગદળ છે.

એક નજર પાંચ રાજ્યોની રાજકિય સ્થિતિ પર….

  1. બંગાળ

કુલ સીટોઃ 294(વોટિંગ 292 સીટો પર થયું)

બહુમતીઃ 148 (292 સીટોના હિસાબે 147)

છેલ્લે કોણ જીત્યુ હતું- તૃણમૂલ કોંગ્રેસ

રાજ્યમાં 294માંથી 292 સીટો પર મતદાન થયું છે. ભાજપાએ અહીં પ્રથમવાર 291 સીટો પર ઉમેદવાર ઉતાર્યા, જ્યારે એક સીટ તેણે સુદેશ મહતોની ઓલ ઝારખંડ સ્ટુ઼ડન્ટ્સ યુનિયન પાર્ટીને આપી. ગત વખતે અહીં ગોરખા જનમુક્તિ મોરચાએ ભાજપાની સાથે ચૂંટણી લડી હતી. આ વખતે જીજેએમ તૃણમૂલ સાથે છે. ચૂંટણી અગાઉ ભાજપાએ તૃણમૂલના અનેક મોટા નેતાઓને તોડ્યા હતા, તેમાં મમતા બેનરજીના નજીક મનાતા શુભેન્દુ અધિકારી પણ સામેલ છે.

29 એપ્રિલે આવેલા એક્ઝિટ પોલ્સમાં બંગાળને લઈને એક મત ન જોવાયો. 9 એક્ઝિટ પોલ્સમાંથી 5માં મમતા બેનરજીની તૃણમૂલને બહુમતી હાંસલ થતી જોવા મળી છે કે પછી તે બહુમતીથી ખૂબ નજીક છે. જ્યારે 3 પોલ્સમાં ભાજપા આગળ દેખાય છે. જો કે, તમામ પોલ્સમાં તૃણમૂલને સીટોનું નુકસાન સ્પષ્ટ દેખાય છે અને આસાર ત્રિશંકુ વિધાનસભાના પણ બની શકે છે.

જ્યારે 2019ની લોકસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ભાજપાએ બંગાળની 128 વિધાનસભા સીટો પર સરસાઈ મેળવી હતી. જ્યારે તૃણમૂલની સરસાઈ ઘટીને માત્ર 158 સીટો પર રહી હતી. આ વખતે ઓછા વોટિંગે તૃણમૂલની ચિંતા વધારી દીધી. આ વખતે 8 તબક્કામાં સરેરાશ 81.59% વોટિંગ થયું. જ્યારે 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 83.02% હતો. એટલે કે આ વખતે વોટિંગ લગભગ 1.5% ઓછું થયું છે. 1.5 % નો ફરક અનેક સીટોનું અંતર પેદા કરી શકે છે.

બંગાળની સમગ્ર ચૂંટણી મોદી વિરુદ્ધ દીદી પર કેન્દ્રીત રહી છે પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને એક્ઝિટ પોલ્સ એ પણ ઈશારો કરે છે કે શક્ય છે કે જોરદાર ટક્કરમાં તૃણમૂલ અને ભાજપા બંને બહુમતીના આંકડાથી પાછળ રહી જશે. એવામાં બંગાળમાં સૌથી નબળું મનાતું લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધન કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. તેમાં પેચ એ છે કે લેફ્ટ-કોંગ્રેસ ક્યારેય ભાજપા સાથે નહીં જાય. જ્યારે કોંગ્રેસ એકવાર તૃણમૂલ સાથે જઈ શકે છે પણ તૃણમૂલ અને લેફ્ટ એકબીજાના ઘોર વિરોધી છે.

  1. આસામ

કુલ સીટોઃ 126

બહુમતીઃ 64

છેલ્લે કોણ જીત્યુ હતું- ભાજપા+

ગત વખતે આસામમાં NDAને પ્રથમવાર સત્તા મળી હતી. પરંતુ 12 સીટો જીતીને ભાજપાને સત્તા અપાવવમાં મદદ કરનાર બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે આ વખતે કોંગ્રેસ અને લેફ્ટ સાથે હાથ મિલાવ્યો. ભાજપા સાથે આસામ ગણ પરિષદ છે. ભાજપાએ UPLL સાથે પણ ગઠબંધન કર્યુ. અહીં એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો મુદ્દો હાવી રહ્યો છે. ભાજપા જીતશે તો સીએમ સર્વાનંદ સોનોવાલ ફરી સીએમ બનશે. જો ભાજપા હારશે તો તેને એનઆરસી ઈફેક્ટ માનવામાં આવશે. આસામમાં તમામ 6 એક્ઝિટ પોલ્સમાં ભાજપા ગઠબંધનને બહુમતી જોવા મળી.

3 તમિલનાડુ

કુલ સીટોઃ 234

બહુમતીઃ 118

છેલ્લે કોણ જીત્યુ હતું-અન્નાદ્રમુક

અહીં પ્રથમવાર જયલલિતા અને કરુણાનિધિ વિના વિધાનસભા ચૂંટણી થઈ. જયલલિતાની ગેરહાજરીમાં અન્નાદ્રમુકક પાસે માત્ર સીએમ પલાનીસ્વામી તરીકે એક ચહેરો હતો. જ્યારે દ્રમુકનો ચહેરો કરુણાનિધિના પુત્ર સ્ટાલિન છે. આ કારણથી તમામ એક્ઝિટ પોલ્સમાં આ વખતે દ્રમુકની જીતનું અનુમાન રહ્યું. અન્નાદ્રમુકે આ વખતે ભાજપાની સાથે ચૂંટણી લ઼ડી, જ્યારે દ્રમુકે કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ.

  1. કેરળ

કુલ સીટોઃ 140

બહુમતીઃ 71

છેલ્લે કોણ જીત્યું હતું- LDF

રસપ્રદ છે કે બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ મળીને ચૂંટણી લડે છે, જ્યારે કેરળમાં તેઓ એકબીજાના વિરોધમાં રહે છે. ગત વખતે અહીં લેફ્ટની આગેવાનીમાં LDFની જીત થઈ હતી. કોંગ્રેસ તેનો હિસ્સો નથી. કોંગ્રેસની આગેવાનીમાં UDF અહીં વિપક્ષી ગઠબંધન છે. ભાજપાએ આ વખતે 140માંથી 113 સીટો પર ઉમેદવાર ઉતાર્યા. બીજીતરફ, ભાજપાએ ગત વખતે કેરળમાં 1 સીટ જીતી હતી.

  1. પુડુચેરી

કુલ સીટોઃ 30

બહુમતીઃ 16

છેલ્લે કોણ જીત્યું હતું- કોંગ્રેસ+દ્રમુક

પુડુચેરી વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં ગત ફેબ્રુઆરીમાં કોંગ્રેસની આગેવાનીમાં રહેલી સરકાર પડી ભાંગી હતી. વી. નારાયણસામી બહુમતી સાબિત કરી ન શક્યા. બે મંત્રીઓ ભાજપામાં સામેલ થવાથી અને કેટલાક ધારાસભ્યોના રાજીનામા પછી સત્તા તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ વખતે 3 એક્ઝિટ પોલ્સમાં ભાજપા અને AINRC અને બાકી 3 પોલ્સમાં કોંગ્રેસ+દ્રમુકને બહુમતિ મળવાના આસાર દર્શાવાયા છે.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર