Live : અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય

6 મહાનગરપાલિકાની 576માંથી 180નો ટ્રેન્ડ, 141માં ભાજપ આગળ, 40માં કોંગ્રેસ આગળ

રાજ્યની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે કોર્પોરેટ તેનો આજે નિર્ણય થઈ જશે. છ મહાનગરપાલિકાની 575 બેઠક પર 21 ફેબ્રુઆરીના સરેરાશ 46.08 ટકા જેટલુ મતદાન થયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. મતગણતરીમાં કુલ 10 હજાર 112 સરકારી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.

મનપાની ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યાં છે ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જામનગરમાં વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.

સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.

  • નવા વાડજમાં પહેલા રાઉન્ડમાં નોટામાં 60 મત પડ્યા
  • સૈજપુરબોઘા અને નિકોલમાં ભાજપની પેનલ આગળ
  • અસરાવા વોર્ડમા પ્રથમ રાઉન્ડમાં ભાજપ પેનલ આગળ, જોધપુર વોર્ડમા ભાજપ આગળ છે. રાજકોટમાં વોર્ડ નંબર 7માં ભાજપના તમામ ઉમેદવારો આગળ છે. રાજકોટના વોર્ડ ન.10 માં ભાજપના તમામ ઉમેદવાર આગળ છે. ભાવનગરના વોર્ડ નંબર 1 – ચિત્રા ફુલસર વોર્ડમાં કોંગ્રેસની પેનલ આગળ છે.હાલના પરિણામ પ્રમાણે, 37 બેઠકો પર બીજેપી આગળ છે જ્યારે 10 બેઠક પર કૉંગ્રેસ આગળ છે.
  • બેલેટ પેપરની મતગણતરીમાં 14માં ભાજપ આગળ જ્યારે અમદાવાદના દાણીલીમડામાં કૉંગ્રેસ આગળ છે. અમદાવાદના દાણીલીમડામાં ઇ વી એમથી મતગણતરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. બેલેટ પેપરની મતગણતરીમાં 14માં ભાજપ આગળ, અમદાવાદ-જામનગરની બે બેઠકમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

આજે હાથ ધરાનારી મતગણતરીમાં 52 ચૂંટણી અધિકારી, 58 મદદનીશ ચૂંટણી અધિકારી રોકાયેલા છે. તો છ મનપાના કુલ 15 સ્થળ પર મતગણતરી હાથ ધરાશે. જ્યારે 60 મતગણતરી હોલમાં 664 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.

આજે યોજાનારી મતગણતરી માટે કુલ 4896 પોલીસ અધિકારી- કર્મચારી જોતરાશે. ચૂંટણી પંચના આંકડા મુજબ રવિવારે થયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 53.38 ટકા નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ચૂંટણી પંચના આંકડા અનુસાર રાજકોટમાં 50.72 ટકા, ભાવનગરમાં 49.46 ટકા મતદાન, વડોદરામાં 47.84 ટકા મતદાન અને સુરતમાં 47.14 ટકા મતદાન નોંધાયુ હતું.

છ મહાનગરની 575 બેઠક પર કુલ 2 હજાર 276 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. પક્ષ મુજબ વાત કરીએ તો છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 577, કૉંગ્રેસના 566, એનસીપીના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 114 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર