ભારતની અર્થવ્યવસ્થા ફરી પાટા પર ચઢી : મોન્ટેકસિંહ આહલુવાલિયા

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો

કોરોના જેવી મહામારીમાં અર્થવ્યવસ્થામાં ભારે અસર જોવા મળી હતી. લોકડાઉનમાં લોકોને આર્થિક ફટકો પડયો હતો. આ વચ્ચે હાલમાં જ જાણવા મળ્યું છે કે, દેશની અર્થવ્યવસ્થા પાટા પર ચડી રહી છે. પૂર્વ યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંઘ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા ધીરે ધીરે પાટા પર ચડવા માંડી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના મહામારી પહેલા કથળી રહી હતી.

લોકડાઉન કર્યા બાદ નાણાંકીય વર્ષમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, આ પછીના બીજા ક્વાર્ટરમાં, અર્થવ્યવસ્થાએ પાટા પર ચડી ગઈ હતી અને ઘટાડાનો દર નીચે 7.5 ટકા પર આવી ગયો છે. આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, “રોગચાળાને કારણે લોકડાઉન જરૂરી બન્યું હતું અને તેના કારણે અમે પ્રથમ ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા પાટે ચડાવી શક્યા ના હતા. હવે અર્થવ્યવસ્થા પાટા પર ચડી ગઈ છે. મને લાગે છે કે તે ક્રમિક સુધારણા છે, પરંતુ તે સ્પષ્ટ છે કે સુધારણા થઈ રહી છે.

રાષ્ટ્રીય આંકડા કચેરી (NSO) દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, દેશના જીડીપીમાં વર્તમાન નાણાકીય વર્ષ (2020-21) દરમિયાન વિક્રમજનક 7.7 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

આહલુવાલિયાએ વધુમાં કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સુધરી રહ્યું છે અને 2019-20 સ્થિતિમાં પાછું આવી ગયું છે. જો કે, મોલ્સમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, મુસાફરી, પર્યટન અને છૂટક ખરીદી જેવા ક્ષેત્રો હજુ પણ પ્રભાવિત અસર પાડી રહ્યા છે. આ ક્ષેત્રને સામાન્ય થવામાં થોડો સમય લાગશે. તેમણે કહ્યું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી પણ પાછળ છે અને આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રે રોકાણ વધારવાની ઘણી જરૂર છે. આહલુવાલિયાએ નાના ઉદ્યોગોને લોન સહાય પૂરી પાડવા બદલ સરકાર અને રિઝર્વ બેંકની પ્રશંસા કરી હતી.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર