કાળા હરણ કેસમાં કોર્ટે આપી સલમાનને રાહત

હાલમાં જ રીલીઝ થયેલી “ભારત” ફિલ્મની બોક્સ ઓફીસ કમાણી જોઇને સલમાન ખાન ખુશ છે. ત્યારે તેની ખુશીમાં બેગણો વધારો થયો છે. કાળા હરણના શિકાર કેસમાં ખોટા સોગંદનામું દાખલ કરવાના કિસ્સામાં જોધપુરની અદાલતે સલમાન ખાનને રાહત આપી છે, 1998ના કાળીયાર શિકાર મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાનનાં વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાન ખાનનું કોઇપણ રીતે એવું જાની જોઇને નહોતું કર્યું કે તે ખોટુ સોગંદનામુની રજૂઆત કરે.એવામાં તેમનાં વિરુદ્ધ કોઇપણ પ્રકારની ન્યાયિક કાર્યવાહી નથી થઇ.

ફરિયાદીપક્ષે આ સોગંદનામાને ખોટું ગણાવી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેનાં માટે કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરવા પ્રાર્થના પત્ર વર્ષ 2006માં રજૂ કર્યુ હતું. આ મામલે સતત સુનાવણી થયા બાદ આ કેસમાં 17 જૂનનાં રોજ કોર્ટે સલમાન ખાનને રાહત આપી છે.

ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલાં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ માટે આવેલી ફિલ્મની ટીમે ચિંકારાનો શિકાર કર્યો હતો. તે પ્રકરણમાં સલમાન તરફથી હથિયારનું લાયસન્સ ખોવાઇ ગયાને લઇને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

 13 ,  1