‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને કોર્ટે આપ્યા શરતી જામીન

વકિલ જયેન્દ્ર અભવેકરનો દાવો- પોલીસે સત્તાધીશ પાર્ટીના કહેવાથી ફરિયાદ નોંધી

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભાના એક દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ગઈ કાલે રાત્રે ધરપકડ કરી હતી અને આજે સવારે કોર્ટમા રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે જામીન માટે અરજી કરતાં કોર્ટે તેમના શરતી જામીન મંજુર કર્યાં હતાં. આજે કોર્ટમાં ગોપાલ ઇટલીયાને વીડિયો કોનફરન્સથી જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ગોપાલ ઇટલીયાને 10 હજારના શરતી જમીન આપ્યા છે.

વિગત મુજબ, 3 જાન્યુઆરીએ શહેરના નારણપુરા વિસ્તારના ભૂમિ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. આ સભા માટે જરૂરી પરવાનગી હોવા છતાં પોલીસે કાર્યક્રમ ન કરવાની કોશિશ કરી હતી. તો બીજી તરફ પોલીસે ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા આતિશીની અટકાયત કરવાની તજવીજ કરતાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જો કે બાદમાં પોલીસે સભા કરવાની મંજુરી આપી હતી. આ સભા પૂર્ણ થયાના બીજા દિવસે પોલીસે શહેર પ્રમુખ અમજદ ખાન, ગિરીશ રાવલ અને મિહિર પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ગોપાલ ઈટાલિયાને પણ આરોપી તરીકે ગણાવ્યો હતો.

આ અંગેર આમ આદમી પાર્ટીના વકિલ જયેન્દ્ર અભવેકરે કોર્ટમાં રજુઆત કરી હતી કે પોલીસે સત્તાધીશ પાર્ટીના કહેવાથી ફરિયાદ નોંધી છે. બનાવના એક દિવસ બાદ પૂર્વ આયોજિત કાવતરુ રચીને ફરિયાદ કરી છે. અમદાવાદના નારણપુરામાં યોજાયેલી સભામાં પોલીસ સાથે કોઈ હાથા પાઈ થઈ નથી. સભાની પરવાનગી હોવા છતાં પોલીસે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ રોકવા બળનો પ્રયોગ કર્યો હતો. દેશમાં દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરીને કાર્યકરોને ડરાવવાની કોશિષ કરવામાં આવી રહી છે.

 117 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર