ગુડ ન્યુઝ : દેશમાં હવે 2થી 18 વર્ષનાં બાળકોને અપાશે COVAXIN

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ગાઇડલાઇન્સ જાહેર કરશે

ભારત સહિત સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારીના સંકટ સામે લડી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડવા માટે એકમાત્ર હથિયાર કોરોના વેક્સિન છે. હાલમાં દેશમાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે બાળકોને કોરોના વેક્સિન આપવા મામલે મોટા સમાચાર આવી રહ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં માત્ર 18 વર્ષથી ઉપર હોય તે લોકોને જ રસી આપવામાં આવી રહી હતી પરંતુ હવે બાળકોને વેક્સિન આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. બાળકોને કોરોના વેક્સિન આપવા માટે ભારત સરકાર ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનથી બેથી 18 વર્ષના બાળકોને આપી શકાશે. ભારતમા કરોડો લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છે ત્યારે બાળકો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે. બાળકોના વેક્સિનેશનનો માર્ગ ખૂલી ગયો છે. કેન્દ્ર સરકારે 2થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનને મંજૂરી આપી છે. DCGIની મંજૂરી બાદ હવે બાળકોને Covaxinના ડોઝ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. જેબાળકોને રસી આપવાનું શરૂ થશે. એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ કો વેકસીનની બે રસીઓ મળશે. અત્યાર સુધી હાથ ધરાયેલા ટ્રાયલમાં, રસીથી બાળકોને કોઈ નુકસાન થવાની કોઈ વાત સામે આવી નથી.

નોંધનીય છે કે ભારત બાયોટેક અને ICMR એ મળીને આ વેક્સિનનું નિર્માણ કર્યું છે અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ વેક્સિન 78 ટકા સુધી કારગર સાબિત થઈ છે.

 76 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી