September 21, 2020
September 21, 2020

કોરોનાને અટકાવવા નીતિશ સરકારે લંબાવ્યું લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ

કોરોના બેકાબૂ થતાં બિહારમાં 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન વધારાયું..!

બિહારમાં કોરોનાનો કહેર વધતા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરાઇ છે. કોરોના દર્દીઓની કુલ સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. બિહારમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉન અવધિ વધારવામાં આવી છે. નીતીશ સરકારે જારી કરેલા આદેશ અનુસાર હવે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન ચાલુ રહેશે. અગાઉ લોકડાઉનનો સમયગાળો 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો હતો. જેમાં વધુ એક મુદતનો વધારો કરીને 6 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

બિહારમાં નીયાત કર્ફ્યું રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે. દુકાનો અને બજારોને બાકી નિયમો મુજબ જ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આખા રાજ્યમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.  

રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરીને જ મંજૂરી આપવામાં આવી છે. સરકારી અને પ્રાઈવેટ ઓફીસમાં 50 ટકા કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવશે. આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને કન્સ્ટ્રકશનથી જોડાયેલ ગતિવિધિઓ ચાલુ રાખવામાં આવશે. 

જણાવી દઇએ, બિહારમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 461 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 72 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 31 હજારથી વધુ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા રાજ્યભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. જો કે, હાલના લોકડાઉન થોડી રાહત આપવામાં આવી છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર