આગની ઘટના પર બોલી કોંગ્રેસ – આખરે સરકારની ઉદાસીન નીતિ ભોગ નિર્દોષ લોકો બન્યા
અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ ઘટનામાં હોસ્પિટલની ફાયર સેફ્ટીની NOCને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફાયર સેફ્ટીનું NOC ચાર મહિના પહેલા એક્સપાયર થઈ ગયું હતું.
ત્યારે આ મામલે આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની સામે ફાયર સેફર્ટીના મુદ્દે કેટલાક સવાલ ઉભા કર્યાં છે. કોવિડ -19ની સારવાર માટે જે હોસ્પિટલને મંજૂરી અપાઇ તે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કેમ ન કરાઇ?
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારી સારવાર ન મળતી હોવાથી લોકોને મજબૂરીથી લાખોના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ દર્દીની સેફ્ટીની કોઇ જ ગેરેન્ટી નથી હોતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરત આગ જેવી ઘટનામાંથી પણ સરકાર કેમ કંઇ શીખતી નથી અને સમયાન્તર ફાયર સેફ્ટી નિયમનો ચકાસણી કરાવતી નથી. જેના કારણે આખરે સરકારની ઉદાસીન નીતિ ભોગ નિર્દોષ લોકો બને છે.
91 , 1