September 21, 2020
September 21, 2020

રાજ્યનાં નવા DGP તરીકે CP આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત – સૂત્ર

રાજ્યના પોલીસવડા તરીકે આશિષ ભાટિયાના નામ પર લાગી શકે છે મહોર…!!!

રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયાના નામ પર મહોર લાગી ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ અંગે તંત્રમાંથી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા તૈયાર નથી.

આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ડીજીપીની રેસમાં તેમનું નામ સૌથી આગળ હતું. તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ હાલનાં ડીજીપી શિવાનંદ ઝા જુલાઇના અંતમાં ફરજ નિવૃત થઇ રહ્યા છે. જેના કારણે કેન્દ્ર દ્વારા સંભવિત અધિકારીઓની યાદી મંગાવવામાં આવી હતી.

ગુજરાતના સિનિયર Ips અધિકારી આશિષ ભાટિયા છે. 1985 બેચના Ips અધિકારી આશિષ ભાટિયાના નામે 2008નાં સિરિયલ બ્લાસ્ટને ઉકેલવાનો શ્રેય જાય છે. આ સિવાય ગુજરાત પોલીસની મહત્ત્વની તમામ પોસ્ટ પર ફરજ બજાવી ચુક્યા છે. આ સિવાય આશિષ ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચુક્યા. છે.

આશિષ ભાટિયાનો આત્મવિશ્વાસથી ભરેલા મક્કમ નિર્ણય લેવામાં સક્ષમ અને સ્વભાવે શાંત અને સૌમ્ય અધિકારી છે. તેઓ ગુનો ઉકેલવામાં પણ એક્સપર્ટ છે. ડીસીપી તરીકે તથા જેસીપી તરીકે તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુક્યાં છે. વર્ષ 2008નાં સિરિયલ બ્લાસ્ટ કેસને ઉકેલવાનો શ્રેય તેમને જ જાય છે.

આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ડીજીપીની રેસમાં તેમનું નામ સૌથી આગળ હતું.

 122 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર