September 21, 2020
September 21, 2020

સુરતમાં સીઆર પાટીલની સ્વાગત રેલી રદ, મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં લેવાયો નિર્ણય

સીઆર પાટીલના સ્વાગત માટે સુરત-નવસારીમાં યોજાનાર રેલી રદ

સુરતમાં BJPના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની રેલી રદ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સીઆર પાટીલ સુરતમાં છે. રેલી રદ થવા પર  સીઆર પાટીલે જણાવ્યું હતું કે કોરોનાનું સહેજ પણ સંક્રમણ પ્રસરાય તેવું જોખમ હોય તો આવો કાર્યક્રમ ન કરવો જોઈએ ત્યારે 2000 લોકો એકઠા થયા હોવાથી રેલીનું વિસર્જન કરવાની સૂચના આપી છે.

વધુમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “મને ભાજપા તરફથી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી સંભાળ્યા બાદ હું પ્રથમ વખત સુરત આવ્યો છું. અહીં મારું ઘર હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ હોય તે સમજી શકાય છે. આ માટે તેમણે મારા સ્વાગતનો કાર્યક્રમ ગોઠવ્યો છે. આ સાથે જ તેમણે મને ખાતરી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. રેલીનું આયોજન પણ ખૂબ સારું થયું છે. પરંતુ મને જાણકારી મળી છે કે1500થી બે 2000 જેટલી કાર સાથે લોકો આવી પહોંચ્યા છે. ત્યાં કિલોમીટર લાંબી લાઈન લાગી છે. આવા સંજોગોમાં નાનો પણ ભય હોય ત્યારે શહેરના લોકો માથે સંકટ ઊભું થાય તેવું પગલું ન ભરવું જોઈએ. આ કારણ મેં કાર્યકરોને પરત જવાની વિનંતી કરી છે. બીજું કે નવસારી ખાતે પણ આવતીકાલે મારા સ્વાગત માટે 1000 કાર સાથે રેલી કાઢવાની હતી તે આયોજન પણ રદ કરવા માટે મેં વિનંતી કરી છે.”

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર