September 19, 2020
September 19, 2020

વિશાખાપટ્ટનમાં વિશાળ ક્રેન ધરાશાયી થતાં 10 લોકોના મોત, Video

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 10 લોકોના મોત થયા છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક વિશાળ ક્રેન ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાને લઇ DCP સુરેશ બાબુએ કહ્યું કે એક વિશાળ ક્રેન જમીનદોસ્ત થતાં 10 લોકોના મોત થયા છે જ્યારે અક ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા તે જ સમયે દુર્ઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. કેમકે ક્રેન નીચે અમુક લોકો દબાયા હોવાની શક્યતા છે.

જણાવી દઇએ, આ પહેલા વિશાખાપટ્ટનમાં એક લિકેજ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 11 લોકો મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર