દહેગામ: બહિયલ નર્મદા કેનાલમાં પડ્યા ગાબડા , સ્થાનિકોમાં ભયનો માહોલ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે મોટા ગાબડા પડતા હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. ભારે વરસાદને કારણે, સાઈડનો ભાગ ધોવાઈ જતા બે મોટા મોટા ગાબડા દેખાઈ રહ્યા છે. અને હાલમા વરસાદ ચાલુ હોવાથી જો તાત્કાલિક રીપેરીંગ કરવામા નહી આવે તો કેનાલ તુટવાની દહેશત વર્તાઈ રહી છે.

તો બીજી તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ તાત્કાલિક તકેદારીના પગલા ભરે તેવી ઉગ્ર માંગ થવા પામી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી