ભારત 96.4 ઓવરમાં 297 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે બીજા અંતિમ 4 વિકેટ માટે 94 રન ઉમેર્યા હતા. ટીમ ઇન્ડિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચી તેમાં રવિન્દ્ર જાડેજાનો સિંહફાળો હતો. તેણે આજે 94 રનમાંથી 55 રન કર્યા હતા. પોતાના વનડે કરિયરની 11મી ફિફટી ફટકારતા તેણે 112 બોલમાં 6 ચોક્કા અને 1 ચોક્કાની મદદથી 58 રન કર્યા હતા. વિન્ડીઝ માટે કેમર રોચે 4 વિકેટ, શેનોન ગેબ્રિયલે 3 વિકેટ, રોસ્ટન ચેઝે 2 વિકેટ અને જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી હતી.
મયંક અગ્રવાલ 5 રને આઉટ થયો હતો. તે કેમર રોચની બોલિંગમાં કીપર શાઈ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા વિન્ડીઝે રિવ્યુ લઈને મયંકને પેવેલિયન ભેગો કર્યો હતો.ચેતેશ્વર પુજારા પણ અગ્રવાલની જેમ જ રોચની બોલિંગમાં કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. પુજારાએ 4 બોલમાં 2 રન કર્યા હતા.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની શેનોન ગેબ્રિયલે બહુ સારી રીતે સેટ કર્યો હતો. સતત બે બાઉન્સર નાખ્યા પછી એક શોર્ટ એન્ડ વાઈડ બોલમાં કોહલી ગલી પર બ્રુક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 9 રન કર્યા હતા.
33 , 1