પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઇલ, 8 મહિના માટે BCCIએ કર્યો સસ્પેન્ડ

યુવા બેટ્સમેન પૃથ્વી શોને મુંબઈ ક્રિકેટ એસોસિએશને 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. ડોપિંગ નિયમોનો ભંગ કરવાને કારણે એસોસિએશને તેની વિરુદ્ધ આ પગલું ભર્યું છે. શોએ અજાણતા એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું, જે સામાન્ય રીતે કફ સિરપમાં જોવા મળે છે. તો ઈજાગ્રસ્ત હોવાને કારણે પૃથ્વી શોને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ડોપ ટેસ્ટ બીસીસીઆઈના એન્ટી ડોપિંગ પ્રોગામ પ્રમાણે કરવામાં આવ્યો હતો. પૃથ્વી શો ના યૂરિન સેમ્પલમાં જે પદાર્થ મળ્યો છે તેનું નામ ટબ્યૂટેલાઇન છે, જેનો ઉપયોગ કફ સિરપમાં કરવામાં આવે છે. આ પદાર્થ વાડાની પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.

પૃથ્વી શૉનું સસ્પેન્શન માર્ચ 16 , 2019 થી નવેમ્બર 15 મધ્યરાત્રિ સુધીનું છે. બીસીસીઆઇએ જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે એન્ટી ડોપીંગ ટેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત શૉએ યુરીન સેમ્પલ આપ્યું હતું. આ સેમ્પલ 22 ફેબ્રુઆરીએ ઇન્દોરમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન લેવાયું હતું. સેમ્પલ ટેસ્ટમાં ટર્બ્યુટલાઇન નામનું તત્વ મળ્યું હતું જે સામાન્ય રીતે કફ સીરપમાં હોય છે. આ તત્વ પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી