ક્રિકેટ : સ્પિનર અજંતા મેન્ડિસે ક્રિકેટને કહ્યું અલવિદા

શ્રીલંકા ક્રિકેટ ટીમના મિસ્ટ્રી સ્પિનર 34 વર્ષા અજંતા મેન્ડિસે ક્રિકેટના દરેક ફોર્મેટને અલવિદા કહી દીધું છે. અજંતા મેન્ડિસ ઘણા સમયથી શ્રીલંકન ટીમથી બહાર હતો. તેણે શ્રીલંકા માટે 19 ટેસ્ટ, 87 વનડે અને 39 ટી20 મેચ રમી છે.

અજંતા મેન્ડિસે શ્રીલંકા માટે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત વર્ષ 2008મા કોલંબોમાં ભારત વિરુદ્ધ કરી હતી જ્યારે અંતિમ ટેસ્ટ મેચ તેણે પોતાના દેશ માટે કોલંબોમાં જ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2014મા રમી હતી. ત્યારબાદ તેણે શ્રીલંકન ટીમ માટે કોઈ ટેસ્ટ મેચ રમી નથી. તો વનડે ક્રિકેટની વાત કરીએ તો તેણે પર્દાપણ 2008મા પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતું. અંતિમ વનડે મેચ 2015મા ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ટી20 ક્રિકેટની શરૂઆત મેન્ડિસે 2008મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ કરી હતી. તો અંતિમ ટી20 મેચ 2014મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.

અજંતા મેન્ડિસે વનડેમાં સૌથી વધુ ઝડપી 50 વિકેટ ઝડપનાર બોલર પણ છે. તેણે માત્ર 19 મેચોમાં 50 વિકેટ પૂરી કરી હતી. તેણે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અજીત અગરકરનો રેકોર્ડ તોડ્યો હતો. અગરકરે 23 મેચોમાં 50 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. મેન્ડિસે કુલ 87 વનડે મેચોમાં 152 વિકેટ ઝડપી હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી