ક્રિકેટના રસિકો માટે આવ્યા સારા સમાચાર, ICC લાવશે આ નવો નિયમ…!

ઓગસ્ટથી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થનારી એશિઝ સિરીઝથી સબસ્ટિટ્યુટ ખેલાડીઓ સંબંધિત નવો નિયમ લાગૂ કરી શકાય છે. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. માથામાં વાગ્યું હોય તે ઇજાને કન્કશન કહેવામાં આવે છે. જો કોઈને માથામાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.

આ નિયમને લાગૂ કરવા માટે લંડનમાં ચાલી રહેલી આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સમાં વાતચીત કરવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, તેને ઝડપથી લાગૂ કરવામાં આવશે જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી દરેક મેચોમાં આ નિયમનો ઉપયોગ કરી શકાય.

આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા ગઈ હતી ત્યારે કુસલ મેન્ડિસ અને દિમૂઠ કરુણારત્ને દોડતી વખતે ભટકાયા હતા. ત્યારે દિમૂઠને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન કન્કશન સબ્સ્ટિટયૂટની ચર્ચા થઇ હતી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે કન્કશન સબ્સ્ટિટયૂટને સમર્થન આપ્યું હતું.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ફિલિપ હ્યયૂઝના નિધન બાદ આ નિયમને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. હ્યયૂઝને 2014મા શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટની એક મેચમાં માથા પર બાઉન્સર વાગ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સારવાદ દરમિયાન હ્યયૂઝનું નિધન થયું હતું.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી