September 23, 2021
September 23, 2021

ક્રિકેટર હાર્દિક પંડ્યાની આ ઘડિયાળે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

કિંમત જાણશો તો તમારા દિલના ધબકારા વધી જશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની કારકિર્દીમાં સફળતા હાંસલ કરી છે. હાર્દિક પંડ્યા વૈભવી જીવન જીવવા માટે જાણીતો છે. વિશ્વ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ ખૂબ જ ઓછા સમયમાં ઘણી સંપત્તિ અને પ્રખ્યાતિ સાથે નામના હાંસલ કરી છે. હાર્દિક પંડ્યા હવે IPL 2021 ની બાકીની મેચો રમવા માટે દુબઈ પહોંચી ગયો છે.

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી ઘડિયાળ પહેરેલો ફોટો શેર કર્યો છે. હાર્દિકની આ ઘડિયાળે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. હાર્દિક પંડ્યાની ઘડિયાળની કિંમત જાણીને તમને પણ આશ્ચર્ય થશે. હાર્દિક પંડ્યાની આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે.

હાર્દિક પંડ્યાની આ ઘડિયાળ Patek Philippe Nautilus Platinum 5711 બ્રાન્ડની છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા એક મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેની મહેનતે જ આજે તેને આ મુકામે પહોંચાડી દીધો છે. બંને ભાઈઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે.

હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા મોંઘી ઘડિયાળો અને વાહનોના શોખીન છે. થોડા સમય પહેલા જ આ બંને ભાઈઓએ મુંબઈમાં 30 કરોડનો વૈભવી ફ્લેટ ખરીદ્યો છે. હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાના આ ફ્લેટમાં 8 બેડરૂમ છે. પંડ્યા બ્રધર્સનું આ વૈભવી ઘર 3838 ચોરસ ફૂટમાં બનેલું છે.

 107 ,  1