ક્રિકેટર શ્રીસંતને મોટી રાહત મળી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 36 વર્ષીય ક્રિકેટર એસ. શ્રીસંતનો આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષનો કરી નાખ્યો છે. તેની પર લાગેલો પ્રતિબંધ હવે 13 સપ્ટેમ્બર, 2020ના રોજ સમાપ્ત થશે. BCCIના લોકપાલે કહ્યું હતું કે શ્રીસંત પર લાગેલો આજીવન પ્રતિબંધ હવે 7 વર્ષનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર 2013ના રોજ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

IPL2013માં શ્રીસંત સ્પોર્ટ ફિક્સિંગના વિવાદમાં ફસાયો હતો. તે સમયે ખેલાડી રાજસ્થાન પોયલ્સની ટીમનો સદસ્ય હતો. આ પહેલા કેરલ હાઈકોર્ટે પણ તેના પર BCCIએ લગાવેલા આજીવન પ્રતિબંધના નિર્ણયનો સાથ આપ્યો હતો. કેરલ હાઈકોર્ટના આ નિર્ણયને શ્રીસંતે હાઈકોર્ટેમાં પડકાર્યો હતો. તેની જોડે રાજસ્થાન રોયલ્સના અજીત ચંડેલા અને અંકિત ચૌહાણ પર પણ બેન લાગ્યો હતો. એની જોડે જ રાજસ્થાવ રૉયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી