અમદાવાદ : બનાવટી પિસ્ટલ સાથે એક રીઢા આરોપીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

અમરાઇવાડી નાગરવેલ ચાર રસ્તા પાસેથી આરોપીની હથિયાર સાથે કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં રથયાત્રાની તૈયારી વચ્ચે અમરાઇવાડી ચાર રસ્તા પાસે હથિયાર સાથે એક રીઢા ગુનેગારને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી હતી. ઝડપાયેલા આરોપી પાસેથી એક તમચોં અને ચાર કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી વિરૂદ્ધ અગાઉ ખૂન સહિત 20થી વધુ ગુનાઓ નોંધાઇ ચૂકેલા છે, પૂછપરછ દરમિયાન આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હોવાની કબૂલાત કરી છે. ત્યારે હવે આ મામલે પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ ખૂન અને મારામારી તથા ચેનસ્નેચીંગ જેવા ગંભીર પ્રોબીશીનના ગુનાઓમાં પકડાયેલ આરોપી સંજય ઉર્ફે ચેરી ગેરકાયદેસર હથિયાર રાખી રખિયાલ કેવલ કાંટા તરફથી આવી નાગરવેલ હનુમાન ચાર રસ્તા થઇને રાજેન્દ્રપાર્ક રોડ રાધાક્રિષ્ના નગર તરફ જવાનો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી.

બાતમી બાદ પોલીસે અમરાઇવાડી નાગરવેલ ચાર રસ્તા પાસેથી આરોપી સંજય ઉર્ફે ચેરીની હાથ બનાવટી પિસ્ટલ તેમજ ચાર કાર્ટીઝ સાથે ધરપકડ કરી હતી. આરોપી મૂળ બનાસકાંઠોનો અને હાલ બાપુનગર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. આરોપીની પૂછપરછ કરતા અગાઉ ખૂન, મારામારી, ખંડણી, ધમકીઓ, ચેન સ્નેચીંગ, ઘરફોડ ચોરી, વાહનચોરી, તેમજ ઇંગ્લીશ દારૂના કેસો હેઠળ પકાડેયલ છે. જો કે પેરોલ જમ્પ કરી પવન પાસી નામના મિત્રનો સંપર્ક કરી મધ્યપ્રદે ભીંડ મુરૈના પાસેથી આ હથિયાર ખરીદી કરી હોવાનું કબૂલાત કરી હતી.

ક્રાઇમ બ્રાંચે સંજય ઉર્ફે ચેરી ડાભી પાસેથી એક તમચોં અને ચાર કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશથી આ હથિયાર લાવ્યો હતો. હથિયારનો ઉપયોગ આરોપી સંજય શેના માટે કરવાનો હતો. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. પકડાયેલ આરોપી સંજય વિરૂદ્ધ 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

 27 ,  1