વડોદરા: સ્કૂલ બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે આરોપીની ઘરપકડ

વડોદરામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. વડોદરા કરામ બ્રાન્ચે સ્કૂલ બેગમાં છૂપાવીને લઈ જવાતો દારૂ ઝડપી પડ્યો છે. આ સાથે 2 આરોપીની ધરપકડ પણ કરી છે.

ક્રાઈમ બ્રાંચને જાણ કરવામાં આવી હતી કે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અશ્વિન ચૌહાણે મંગાવેલા ઇગ્લિંશ દારૂને લઇને લીમખેડાથી બે શખ્સ વડોદરા આવવાના છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે પંડ્યા બ્રિજ પાસેથી 9, 500 રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે કલ્પેશ મનુભાઇ નિનમા, રહે, નાનીવાવ, તા. લીમખેડા, જિ.દાહોદ અને સંજય મથુરભાઇ ડામોર, રહે, ધાનપુર, તા. લીમખેડા જિ.દાહોદને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી