September 18, 2020
September 18, 2020

અમદાવાદ : થલતેજમાં નકલી નોટ સાથે બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે 200 અને 500ની 436 જેટલી રૂ. 2.09 લાખની નોટો મળી આવી

અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે. નકલી નોટ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 200 અને 500 તેમજ 2000 રૂપિયાની કુલ 2 લાખ 90 હજારની કિંમતની 436 નકલી નોટો મળી આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને નકલી નોટો બનાવી બજારમાં ફરતી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેને લઇ ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીને આધરે થલતેજ વિસ્તારમાંથી બે પિતરાઇ બાઇ ઉદય પ્રજાપતિ અને મીત પ્રજાપ્રતિ નામના શખ્સોની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શીલજ રોડ તરફ બાઇક પર બે શખ્સ નકલી નોટો લઈ પસાર થવાના છે જે બાતમીના આધારે વોચ ગોઠવી ઉદય રમેશભાઈ પ્રજાપતિ અને મીત મહેશભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 200 અને 500ની કેટલીક નકલી નોટો મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા ઘરે જ નકલી નોટ બનાવતા હોવાનું જણાવ્યુ હતુ.

પોલીસે ઘરમા તપાસ કરતા 436 જેટલી 200 અને 500ની નકલી નોટો, પ્રિન્ટર, કાતર અને કાગળ મળી આવ્યા હતા. ઉપરાંત અલગ અલગ બ્રાન્ડની 10 જેટલી દારૂની બોટલ પણ ઘરમાંથી મળી આવી હતી. 2.09 લાખની નકલી ચલણી નોટો મળતા ક્રાઈમ બ્રાન્ચે બંને સામે ગુનો નોંધ્યો છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર