રાજકોટમાં મગફળીના ભૂસાની આડમાં દારૂની હેરાફેરીનો કીમિયો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

દારૂનો જથ્થો લાવનાર બોલેરો પીકઅપ વાન ચાલક ફરાર

રાજકોટમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે દારૂના દરોડા દરમિયાન વધુ એક વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પરંતુ વિદેશી દારૂનો જથ્થો લાવનાર બોલેરો પીકઅપ વાન ચાલક ફરાર થઈ જતાં ક્રાઇમ બ્રાંચે શોધખોળ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો, દારૂ અને જુગારના કેસ કરવામાં આવી રહ્યા છે.

શહેરમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા કરતા મગફળીના ભૂસાની આડમાં લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ હસમુખ ધાંધલિયા અને તેમની ટીમના રાજેશ ભાઈ બાળા, સુભાષભાઈ ચૌધરી, સિધ્ધરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરામાં વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા બોલેરો પીકઅપ વાનમાંથી એક કંપનીની 672 બોટલ, તેમજ અન્ય એક કંપનીની 60 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બોલેરો પીકઅપ વાન સહિત કુલ 6 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર