કાલુપુરમાં મુસાફરોના સ્વાંગમાં ડાયમંડની ચોરી કરનાર ત્રણ બદમાશોને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા

રિક્ષામાં બેસાડી પેસેન્જરના ખિસ્સામાં બ્લેડ મારી કિંમતી વસ્તુઓની ચોરી કરતા

શહેરમાં રાત્રિ દરમિયાન મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં લોકોને લૂંટતા ત્રણ બદમાશોને કાર્ઇમબ્રાંચે ઝડપી લીઘા છે. ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કાલુપુર બ્રિજ પાસે રિક્ષામાં બેઠેલા એક પેસેન્જરના ખિસ્સાને બ્લેડ મારી કિંમતી ડાયમંડની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 110 કેરેટ 9 સેન્ટના ડાયમંડ તથા હિરાનો એક નંગ મળીને કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, ચોરી કરેલા ડાયમંડ-હિરાને વેચવા આરોપી તારીક ઉર્ફે ભુરા, શાહરૂખખાન અકબરખાન પઠાન તેમજ આસીફઅલી સિકંદરઅવી શેખ બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમના ગેટ પાસે ઉભા હતા. આ દરમિયાન બાતમીને આધારે ક્રાઇમબ્રાંચની ટીમે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કિંમતી હિરા અને ડાયમંડ કબ્જે કર્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વિવિધ ગુનાઓની કબૂલાત કરી હતી. જેમાં કાલુપુર બ્રિજ ખાતે રાત્રિના સમયે બે મુસાફરોને બેસાડ્યા હતા. જેમાં એક મુસાફરના પેન્ટના ખિસ્સાના ભાગે બ્લેડ મારી ડાયમંડની પડીકી લૂંટી લીધી હતી.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ એકલ દોકલ મુસાફરોને ટાર્ગેટ બનાવી રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતા હતા. મુસાફરને રિક્ષામાં બેસાડ્યા બાદ સાગરિતો આગળ પાછળ બેસી જતા હતા. ત્યાર ભીડભાડ થાય છે તેમકહી નજર ચૂકવી આરોપીઓ પેસેન્જરના ખિસ્સાને બ્લેડ મારી કિંમતી વસ્તુઓ ચારી લેતા હતા. બાદમાં કોઇ બહાનુ બનાવી મુસાફરોને રસ્તામાં ઉતારી જતા રહેતા હતા.

ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી તારીક ઉર્ફે ભુરા સામે અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. હાલ આ મામલે ક્રાઇમબ્રાંચે ત્રણેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર