રાજકોટ જિલ્લામાં ગુનેગારો બેફામ : હત્યાના ત્રણ બનાવથી ખળભળાટ

બે બનાવમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

રાજકોટમાં એક સાથે ત્રણ મર્ડરની ઘટનાઓ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. બે બનાવમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રીજા બનાવમાં પૈસા ડબલ કરવાની લાલચમાં ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારે આ ત્રણેય બનાવમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલા આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવની વિગત મુજબ ગત રાતે ગોંડલના શિવરાજગઢ ગામે વાડીમાં ખેતમજૂરી ક૨તા મૂળ મધ્યપ્રદેશના ચારોલીના કાલીસીંગ ખુમાનસીંગ બારૈયા (ઉ.વ.૪૭)ની હત્યા કરાયાની ઘટના બનતા રૂ૨લ ક્રાઈમ બ્રાંચની ટીમ દોડી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. આ હત્યામાં મુળ મધ્યપ્રદેશના ધા૨ જિલ્લાના વતની અને શિવરાજગઢ ગામે એક વાડીમાં મજૂરી ક૨તા આરોપી પંકેશ ઉર્ફે મડીયો રાયસીંગ માનઠાકુ૨ સોલંકી (ઉ.વ.૨૨)ની અટકાયત કરી હતી. આરોપીને વતનમાં ગર્લફ્રેન્ડ હોય અને આ બાબતે પિ૨વા૨ને જાણ કરી દેવાની ધમકી આપી મૃતક કાલીસીંગ બ્લેક મેઈલીંગ ક૨તો હોય અને અવા૨નવા૨ દારૂ પીવા પૈસા માંગતો હોય, કાલીસીંગ ૨સ્તામાં ભેગો થયો હતો અને આરોપી પાસે રૂપિયાની માંગણી કરી ફરી ધમકી આપતા નજીકમાં પડેલો પથ્થ૨ ઉપાડી તેના ઘા માથામાં ઘા માર્યો હતા. આવી કબુલાત આપી હતી.

બીજા બનાવમાં કોટડા સાંગાણીના વાદીપરા ગામે દીય૨ ભોજાઈ વચ્ચેના આડા સંબંધમાં નડત૨રૂપ બનેલા યુવકનું કાસળ કાઢી નાખ્યું છે. મૃતક અલ્પેશ મોહનભાઈ બા૨ૈયા બનાવની રાત્રે પોતાના પિતાને વાડીએ ટીફીન દઈને બાઈક પ૨ આવતો હતો ત્યારે પિતરાઇ ભાઈ રાજેશે કુંડલી વાળી લાકડીથી માથામાં ઘા મારી ઢીમ ઢાળી દીધુ હતું અને બનાવ અકસ્માતમાં ખપાવી દીધો હતો. જો કે, પોલીસે ઉંડાણપૂર્વક તપાસ ક૨તા રાજેશને અલ્પેશની પત્ની સાથે આડા સંબંધ હોવાનું ધ્યાને આવ્યા બાદ સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હતો. આરોપીની પોલીસે ધ૨પકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે.

ત્રીજી ઘટના જિલ્લાના જસદણ નજીક આવેલા દહીંસરા ગામે બની છે જેમાં દેણુ ચુક્વવા આરોપીએ પિતરાઈની હત્યા કરી લાશને કુવામાં નાખી દીધી હતી. ખેતી કામ ક૨તા મૃતક ૨ણજીત ઉર્ફે ભોળો ભુપતભાઈ મંડલી (ઉ.વ.31)ના પિતરાઇ જયદિપ ઉર્ફે ટકો અ૨વિંદ મંડલી લાખોના દેણામાં આવી ગયો હોવાથી તેણે ૨ણજીતને તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરી દેવાની લાલચ આપી હતી. જેથી ૨ણજીત 10 લાખની વ્યવસ્થા કરી લાવી જયદીપને આપ્યા હતા અને જયદીપની વાડીમાં દાટી દીધા હતા. બાદમાં દાટેલા રૂપિયા જે દિવસે કાઢવાના હતા તે રાત્રે ૨ણજીતને વાડીએ બોલાવી જયદીપે દારૂ પીવડાવ્યો હતો અને માથામાં બોથડ પદાર્થનો ઘા મારી લાશ કુવામાં નાખી દીધી હતી. પોસ્ટ મોર્ટમ બાદ હત્યાનો ખુલાસો થતા પોલીસે જયદીપની ધ૨પકડ કરી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી