જામનગર : કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામે નોંધાયો ગુજસીટોક હેઠળ ગુનો

ભૂ-માફિયા જયેશ પટેલ તેમજ તેની ગેંગ પર કસાયો ગાળિયો, ગુજસીટોક હેઠળ ફરિયાદ

જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના 14 સાગરિતો સામે જામનગર પોલીસે ગાળિયો કસ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટેનો ગુજસીટોકના કાયદાને અમલી બનાવવામાં આવ્યો છે, ત્યારે આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં સૌપ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ એસપી બદ્રને જયેશ પટેલને પકડવા સ્પેશિયલ નિંમણૂક કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ આ નવા કાયદાને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગૃહમંત્રી દ્વારા જાહેર કરાયા અનુસાર રાજ્યમાં આતંકવાદી સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે આ કાયદો અમલી બનાવાયો છે. જે કાયદાની મદદથી કોન્ટ્રાક્ટ કીલિંગ, ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, કેફી દ્રવ્યોનો વેપાર, અપહરણ, ખંડણી, ફરજી સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે અમલીકરણ કરાયું છે. તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.

જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે. 

ગુજસીટોક કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે. ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદના મામલામાં જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે. તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા છે. તો એક અખબારના માલિક પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા છે. 

સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જયેશ પટેલ ગેંગના એક પછી એક સાગરીતોને ઝડપી રહી છે. આમ, જામનગરના નવા એસપી દિપેન ભદ્રને જોરદાર સપાટો બોલાવ્યો છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર