ચર્ચાસ્પદ ઉન્નાવ રેપની પીડિતાને નડ્યો ગંભીર અકસ્માત, BJPના નેતા પર થયો આક્ષેપ

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ રેપ કેસમાં પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર છે. બંનેની લખનઉના ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે, અહીં ડોક્ટરોએ બંનેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા છે. રવિવારે સાંજે થયેલા રોડ અકસ્માતમાં રેપ પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે પીડિતાની માસી અને કાકીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બળાત્કાર કેસમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સેંગર મુખ્ય આરોપી છે.

લખનઉ ઝોનના એડીજી રાજીવ કૃષ્ણને કહ્યુ કે, “ડોક્ટરોએ મને જણાવ્યું છે કે રોડ અકસ્માતમાં ઘાયલ થયેલી પીડિતા અને તેના વકીલને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે પીડિતાનાં અનેક હાડકાં તૂટી ગયા છે. તેના માથામાં ઈજા પહોંચી છે.

એડીજી રાજીવ કૃષ્ણને જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, આ મામલે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું, “મેં પીડિતા તેમજ તેના પરિવારના લોકોને આ મામલે એફઆઈઆર દાખલ કરવાનું કહ્યું છે.”

 77 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી