Cris Galera મોડેલને અરબના શેખે લગ્ન માટે આપી 3 કરોડ રૂપિયાની ઓફર

જાણો મોડલે શું આપ્યો જવાબ…

બ્રાઝિલના સાઓ પાઉલોની એક ખૂબસૂરત મોડેલ ક્રિસ ગૈલેરાએ એકલા જીંદગી વિતાવવાનો નિર્ણય કર્યો છે. આ મોડલ પુરૂષોની વફાદારીથી સખત કંટાળી ચુકી હતી. બાદમાં તેને લાગ્યું કે, એકલા જીંદગી વિતાવવી ખાસ મુશ્કેલ નથી. ત્યારબાદ તે પોતે બીજા કોઇની મદદની જરૂર ન પડે તે માટે આત્મનિર્ભર બની ગઇ હતી. જ્યારે વાત ફરીથી લગ્ન માટે આવી ત્યારે પણ તે પોતાના એકલા રહેવાના નિર્ણય પર અટલ રહી હતી.

જીવનમાં એક સમય એવો આવ્યો કે, જ્યારે લગ્ન કરવાની ઇચ્છા થઇ ત્યારે તેણે પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તે મોડલ દુલ્હનની જેમ તૈયાર થઇ ચર્ચમાં ગઇ અને ત્યાં તેણે પોતાની જ સાથે લગ્ન કરી લીધા હતા. તેના લગ્નની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ત્યારબાદ આ મોડેલ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

અરબના શેખનો 3 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ

તેણીએ જણાવ્યું હતું કે, તેના લગ્નનો પ્રસ્તાવની ખબર ખૂબ જ વાયરલ થઇ હતી. તેને અનેક પુરૂષો તરફથી પ્રસ્તાવ મળ્યા હતા. જેમાં એક પ્રસ્તાવ અરબના શેખનો આવ્યો હતો. મોડલે જણાવ્યું હતુ કે, શેખે પ્રસ્તાવ આપ્યો હતો કે, તે પોતાની સાથે ડિવોર્સ લે અને તેની સાથે લગ્ન કરી લે. એટલું જ નહી શેખે 3 કરોડ રૂપિયા આપવા માટેનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો.

મોડલે આપ્યો જડબાતોડ જવાબ

જો કે, મોડેલે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. મોડેલ કહ્યું હતું કે, તે તેને ક્યારેય ખરીદી શકશે નહી. પ્રસ્તાવ આપનાર શખ્સ કોણે છે તે જાણ્યા વિના માત્ર પૈસા માટે તે લગ્ન કરવા નથી માગતી. મોડલે જણાવ્યું હતું કે, પોતાની સાથે જ લગ્ન કરવા બદલ પણ લોકોએ તેની ટીકા અને વિરોધ પણ કર્યો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી