ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ

ગુજરાતના આ દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

ચક્રવાતી વાવાઝોડુ ગુલાબની અસર હાલ થમી નથી ત્યાં એક નવુ ચક્રવાતી વાવાઝોડુ શાહીનનું સંકટ લોકોના દિલોમાં ડર પેદા કરી દીધી છે. આ વાવાઝોડુ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી તટીય વિસ્તારમાં રહેનારા લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેનુ કારણ એ છે કે શહીન નામનુ વાવાઝોડુ અરબ સાગરમાં તૈયાર થવાનુ છે અને આ મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી કિનારેવાળા વિસ્તારમાં પોતાની અસર બતાવશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનાં પગલે પોરબંદરમાં તંત્ર સાબદું બન્યું છે. પોરબંદરનાં દરિયા કિનારા પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા આદેશ આપવામાં આવ્યો છે.

હાલ મહારાષ્ટ્રમાં ચક્રવાતી વાવાઝોડુ ગુલાબ તબાહી લાવ્યું છે. ગુલાબ વાવાઝોડુ હવે નિમ્ન દબાણના ક્ષેત્રના રૂપમાં બદલાય ગયુ છે આ સરકીને છત્તીસગઢ અને ઓડિશાના દક્ષિણી વિસ્તારમાં પહોચ્યુ છે. આ ઓછા દબાણનુ ક્ષેત્ર તૈયાર થવાને કારણે સોમવારથી જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુશળધારથી વરસાદ થઈ રહ્યો છે. ફક્ત મરાઠવાડા ક્ષેત્રની વાત કરીએ તો અહી 10 લોકોનો જીવ ગુમાવ્યો છે અને અનેક પશુઓ વહી ગયા છે દુકાનો વહી ગઈ છે.

ગુલાબે તબાહી મચાવી, શાહીનની શુ થશે અસર ?

મરાઠાવાડા અને વિદર્ભ ક્ષેત્રના જિલ્લાઓમાં ગુલાબની પાયમાલીની ભયાનક અસર ચારે બાજુ દેખાય છે. નદી, ગટર, તળાવ, હાટ, ફૂટપાથ, શેરી, ગામ, શહેર, શેરી, દુકાન, ઘર, પાલખ એટલે કે પાણી બધે ભરાઈ ગયું છે. પાક નાશ પામ્યો છે, ઘણા પુલો ઉપર પાણી વહી રહ્યું છે. લોકોને ફરી એકવાર ઘરની છત પર આવવું પડ્યું છે. આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ને કારણે સર્જાયેલા લો પ્રેશર એરિયાની અસર મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં દેખાશે. ક્યાંક મુશળધાર તો ક્યાંક અતિ મુશળધાર વરસાદ પડશે. આટલી બરબાદી બાદ હવે ‘શાહીન’ વાવાઝોડાના આગમનના સમાચારે દિલમાં ભય પેદા કર્યો છે.

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી