ક્રોસવર્ડમાં અજાણ્યા વ્યક્તિએ બનાવ્યો સગીરાનો અશ્લીલ વીડિયો, જાણો પછી શું થયું

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શો-રૂમના ટોઈલેટમાં ગયેલી સગીરાનો નગ્ન વીડિયો બનાવવાનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઉલ્લેખનીય છે કે કોઈ અજાણી વ્યક્તિએ દરવાજાની નીચેથી મોબાઈલ વડે આ સગીરાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે સગીરાએ જોઈ લેતા તેણે બુમાબુમ કરી હતી.જેને પગલે તે શખ્સ ફરાર થઈ ગયો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવની વાત કરીએ એસજી હાઈવે પર રાજપથ ક્લબની બાજૂમાં મોન્ડેલ રિટેલ પાર્ક કોમ્પલેક્ષમાં ક્રોસવર્ડ બુક સ્ટોર આવેલો છે. ગઈકાલે સાંજે સગીરા આ બુક સ્ટોરના ટોઈલેટમાં ગઈ હતી. આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ બાથરૂમના દરવાજાના નીચેના ખુલ્લા ભાગથી મોબાઈલ વડે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સગીરા જોઈ જતાં તમે શું કરો છો તેમ કહીં બુમાબુમ કરી હતી. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અજાણી વ્યક્તિ ટોઈલેટમાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ક્રોસવર્ડ સ્ટોરના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

 38 ,  3