અમેરિકા PM મોદીનું ભવ્ય સ્વાગત, મળવા માટે ટોળેટોળાં ઉમટ્યા

વડાપ્રધાન મોદીનું અમેરિકામાં એરપોર્ટથી હોટલ સુધી જબરદસ્ત સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી ગઈકાલે નવી દિલ્હીથી અમેરિકા જવા રવાના થયા હતા, જે હવે વોશિંગ્ટન પહોંચી ગયા છે. પીએમ મોદી હવે અહીંથી સીધા જ પેન્સિલવેનિયા એવન્યુ સ્થિત હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ માટે રવાના થશે અને અહીં રોકાશે.

તમને જણાવી દઈએ કે, અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં તેમની સમગ્ર યાત્રાની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, હું યુએસ પ્રમુખ બિડેન સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન -પ્રદાન કરીશ. હું ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકારની તકો શોધવા માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવાની રાહ જોઉં છું.

અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. તેમને ડિફેન્સ ઓફિસર બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કોમોડોર અંજન ભદ્રા, નેવલ કોમોડોર નિર્ભયા બાપ્ના અને યુએસ ડેપ્યુટી મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ ટીએચ બ્રાયન મેક્કેન દ્વારા આવકારવામાં આવ્યા હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી