બાળકને બચાવવા ભીડ ભેગી થઈ, કુવો ધરાશાયી થતા 30થી વઘુ લોકો અંદર પડ્યા

4 લોકોના મોત, 15 થી 20 લોકો હજું પણ તેમાં ફસાયા હોવાની આશંકા

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગુરુવારે રાતે કૂવામાં એક બાળક પડી જવાથી ઉમટી પડેલી ભીડના કારણે કૂવો ધસી પડતા 30થી વધુ લોકો કૂવામાં પડ્યા, અને કાટમાળમાં દટાયા. જેમાંથી 19 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોના આ દુર્ઘટનામાં દર્દનાક મોત થયા છે. બચાવ કાર્ય મોડી રાતે પણ ચાલુ રહ્યું હતું. ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. બીજી બાજુ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને રુપિયા 5-5 લાખ અને જ્યારે ઘાયલોને 50 હજાર આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે

જો કે હજુ એ જાણી શકાયું નથી કે કુલ કેટલા લોકો આ કાટમાળ નીચે દટાયા છે. આ કૂવો લગભગ 50 ફૂટ ઊંડો છે અને 20 ફૂટ સુધી પાણી હોવાનું કહેવાય છે. જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગે ગુરુવારે મોડી રાતે કહ્યું કે અત્યાર સુધીમાં 16 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ કૂવાના પાણીને મશીનથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે જેને પૂરું થવામાં સમય લાગશે.

 21 ,  1