September 25, 2022
September 25, 2022

CRPF કેમ્પ હુમલાના માસ્ટરમાઈન્ડને UAEએ ભારતને સોંપ્યો

CRPF કેમ્પ હુમલાનો માસ્ટરમાઇન્ડ હવે ભારતની પકડમાં છે. 2017માં CRPF કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નિસાર અહમદ તાંત્રેને UAEએ ભારત ડિપોર્ટ કરી દીધો છે. નિસાર 2017માં લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં મુખ્ય આરોપી છે. હુમલામાં 5 જવાન શહીદ થયા છે. તેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

આતંકી નિસાર 1 ફેબ્રુઆરી 2019ના રોજ યુએઈ ભાગી ગયો હતો. જો કે NIAએ આતંકી નિસાર અહમદની દિલ્હી સ્થિત અરેપોર્ટ પર ધરપકડ કરી હતી. UAEએ તેને ડિપોર્ટ કરી દીધો ત્યારબાદ મંગળવાર રાત્રે તેની ધરપકડ કરવામાં આવી.

સુત્રોના જણાવ્યા મુજબ, આતંકી નિસાર તાંત્રે જૈશના દક્ષિણી કાશ્મીરના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેનો ભાઈ છે. જેને ખીણ વિસ્તારમાં જૈશની ઘણી મદદ કરી હતી. જો કે ડિસેમ્બર 2017માં એક અથડામણ દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો હતો.

 88 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી