જમ્મુ કાશ્મીર : પુલવામામાં સેના પર આતંકી હુમલો, એક જવાન ઘાયલ

હુમલા બાદ સમગ્ર વિસ્તારને કરાયો સીલ, શોધખોળ શરૂ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ગંગૂલ વિસ્તારમાં આતંકવાદ સામે અભિયાન ચલાવી રહેલી સેના પર હુમલો થયો હતો. હાલ સુરક્ષાદળોનુ ઓપરેશન ચાલુ છે, આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લાના ગંગૂમાં પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘાયલ સીઆરપીએફ જવાનને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, ઘટના વિશે વિસ્તૃત જાણકારી હજુ આવી શકી નથી.

જણાવી દઇએ, આ પહેલા શનિવારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગના લારનૂમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. હમણા આતંકીઓની ગતિવિધી વધી ગઈ છે. તો બીજી તરફ સેના એક્શનમાં આવી એક પછી એક આંતકીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં આતંકીઓ સામે ચાલી રહેલા અભિયાનમાં સેનાએ 180 આતંકીને ઠાર કર્યા છે. જોકે આ ઓપરેશન દરમિયાન ચાલુ વર્ષે જમ્મૂ-કશ્મીર પોલીસના 19 જવાન શહીદ થયા છે. જેમાં CRPFના 21 અને સેનાના 15 જવાન શહીદ થયા છે.  
 

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર