છત્તીસગઢના સુકમામાં CRPFના જવાને સાથીઓ પર કર્યો ગોળીબાર

CRPFના 4 જવાન શહીદ, 7 ઘાયલ

છત્તીસગઢના સુકમામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાન દ્વારા તેના સાથીદારો પર ફાયરિંગ કરવાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 3 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે જ 4 જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. એક જવાનની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 

CRPF દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના સોમવારે સવારે 3.25 વાગ્યે બની હતી. ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ ઘટના પર શોક વ્યક્ત કરતા CRPFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જવાન રિતેશ રંજને પોલીસ સ્ટેશન મેરીગુડા હેઠળના લિંગાપલ્લી ખાતે તૈનાત કંપનીના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સાત જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક ભદ્રાચલમની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.” તબીબી અધિકારીએ ત્રણ જવાનોને મૃત જાહેર કર્યા હતા.”

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી