રાજકોટમાં સાધુની ગળું કાપીને નિર્મમ હત્યા..

યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

રાજકોટના પરાપીપળીયા પાસે એક અજાણ્યા સાધુની હત્યા કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુની માથું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 55 વર્ષીય સાધુની ઓળખ મેળવવા યુનિવર્સિટી પોલીસે આગળની કાર્યવાહી આગળ ધરી છે.

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સાધુની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. દિવાળી પહેલા એક સાધ્વીની તેમના જ ચેલા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી, ત્યારે હવે સાધુની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. ગળુ કાપીને સાધુની હત્યા કરવામાં આવી છે.

રાજકોટમાં પરાપિપળીયા વિસ્તારમાં સાધુને ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા ગામથી એક કિ.મી. દૂરથી આ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. યુનિવર્સિટી પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળે ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટના વિશે વાત કરવામાં આવી હતી.

જોકે, રાજકોટમાં આજે હત્યા કરાયેલો આ સાધુ કોણ છે તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કરી લાશ કોથળામાં પેક કરી ફેંકી દેવામાં આવી.

અત્રે નોંધનીય છે કે, દિવાળી પહેલા એક સાધ્વીની તેમના જ ચેલા દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સાધુની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. 

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી