ક્રૂઝ ડ્રગ કેસ : બાદશાહનો દિકરો આર્યન ખાન આર્થર રોડ જેલમાં જ રહેશે

કોર્ટે જામીન અરજી ફગાવી

7 ઓક્ટોબરના રોજ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં બોલિવૂડના કિંગ ખાનનો પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં આર્યન ખાન સહિત 8ને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, આર્યન ખાન સહિત 8 આરોપીઓ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ની ઓફિસમાં રહ્યાં હતાં. ત્યારે આજે કોર્ટમાં આર્યનની જામીન અરજી પર મહત્વની સુનાવણી હતી. જેમાં કોર્ટે મહત્વનો આદેશ આપતા જામીન અરજી રદ કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, કોર્ટમાં આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી પર પણ સુનાવણી કરવામાં આવી. દલીલો દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે, ‘આ કેસમાં કેન્દ્ર સરકાર કેમ આટલી ઉતાવળી છે? જો કે, તેના જવાબમાં ASG અનિલ સિંહે જણાવ્યું હતું કે, ‘તમે આવું ના કહી શકો.’ એ દરમિયાન NCB ની ટીમ આર્યનને મેડિકલ ચેકઅપ માટે જે.જે હોસ્પિટલ ખાતે લઇ ગઈ. જો આર્યનને જામીન ના મળતા તો તેને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો છે.

બીજી બીજુ આજે ગૌરી ખાન આજે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. ગૌરીના જન્મદિવસે તેની પુત્રી સુહાનાએ તેની સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સુહાનાએ શાહરૂખ અને ગૌરીની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

ગુરુવારે રિતિક રોશને સોશિયલ મીડિયા પર આર્યન ખાનના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ઘણા સેલેબ્સે તે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. તેની પોસ્ટ વાંચ્યા બાદ સુહાના ખાન પોતાની જાતને રોકી શકી નહીં અને તેણે તેના પર પ્રતિક્રિયા આપી. સુહાનાએ રિતિકની પોસ્ટ પર કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ તેણે આ પોસ્ટને લાઇક જરૂર કરી.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી