ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ: બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખના દીકરા આર્યનની કસ્ટડી આજે પૂરી

વકીલ જામીન અરજી દાખલ કરશે

મુંબઈ નજીક ક્રૂઝશિપમાં યોજાયેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ પાડીને નાર્કોટિક્સ કન્ટ્રોસ બ્યુરો (એનસીબી)એ બોલીવુડમાં કિંગ ખાન તરીકે પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનને આજે રાહત મળી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ આર્યન ખાનની કસ્ટડીમાં વધારો કરવાની માંગણી કરશે નહીં. આજે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે, ત્યારબાદ આર્યન ખાનના વકીલ જામીન માટે અરજી કરશે. શક્ય છે કે તેઓ અહીંથી જામીન મેળવી શકે.

એનસીબીએ આર્યન ઉપરાંત અન્ય બે જણની પણ ધરપકડ કરી છે. તેમની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ,અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચાને આજે સાંજે કિલ્લા કોર્ટમાં હાજર કર્યા હતા.

કોર્ટે તેમને એક દિવસની એનસીબીની કસ્ટડી આપી હતી.એનસીબી દ્વારા આરોપીઓને પાંચ ઓક્ટોબર સુધીની કસ્ટડી આપવાની માગણી કરાઈ હતી. ડ્રગ પેડલર સાથે વ્હોટસએપ પર ચેટ્સ કરવામાં આવી છે એમ તપાસમાં ખબર પડી હોવાનો એનસીબીએ દાવો કર્યો હતો.

એનસીબીએ છાપા દરમિયાન કોકેન, ચરસ, મેફેડ્રોન અને અન્ય નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. આમ મુંબઈમાં નશીલો પદાર્થનું સેવન કરનારા સામે એનસીબીની કાર્યવાહી સતત શરૂ જ છે.

‘ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી બાબતે એનસીબીને 15 દિવસ અગાઉ માહિતી મળી હોવાનું કહેવાય છે. જેના આધારે આ પાર્ટીના આયોજન પર બાજનજર રાખવામાં આવી હતી. ત્યારબાદ એનસીબીના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર અમીર વાનખેડેના નેતૃત્વમાં પ્રવાસીના સ્વાંગમાં 22 અધિકારી ક્રૂઝ પર પહોંચ્યા હતા.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી