કડીમાં નશાબંધીની કડીઓ ચૂર ચૂર… દારૂ-ગાંજો ભરપૂર

કડીમાં માંગો તે મળે પોલીસ પણ હળે મળે

કડીમાં દારૂબંધી ઉઠી ગઈ હોય એ રીતે દેશી- વિદેશી દારૂ છડેચોક વેચાઈ રહ્યો છે, તો બીજી તરફ એવા સ્થળ પણ અહીં છે જ્યાં ખતરનાક અને પ્રતિબંધક નશીલા પદાર્થ ચરસ ગાંજાનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. એક વાયરલ વીડિયોમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. કડી માં આવેલ શાકમાર્કેટ કડિયા ની ખડકી નં-1 ની સામે ખુલ્લે આમ ચરસ-ગાંજો પીવામાં આવે છે જેમાં જાહેર રસ્તા પર જ ગાંજાનું સેવન કરતા લોકો નજરે ચડી રહ્યા છે. (જો કે આ અંગે વાયરલ વીડિયોનું અમે પૃષ્ટી કરતા નથી)

જ્યારે સમગ્ર ભારતમાં લોકડાઉનનો સમય હતો ત્યારે કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાનું કારસ્તાન સામે આવ્યું હતું. છતાં કડી શહેરમાં દારૂનું વેચાણ દિવસે ને દિવસે ખુબજ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. વિદેશીદારૂનો વેપાર પોલીસ તંત્રના નાક નીચે ખુલ્લે આમ વેચાણ ધમ ધમી રહ્યા છે. કડીમાં બુટલેગરોને જાણે કોઈનો પણ ડર વિના ગ્રાહકોને જ્યારે હોમ ડિલિવરી કરતા હોય તેવું કડી શહેરમાં ધોળા દિવસે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ખુલ્લેઆમ ચરસ ગાંજાનું સેવન કરવામાં આવતું હોવાના દાવા વચ્ચે પોલીસ પ્રસાસન પર સવાલો ઉઠી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા પણ દારૂના વેચાણ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલિસ તંત્રને જરૂરી સૂચના આપવામાં આવતી હોય છે તો કેમ તેનું પાલન કરવામાં આવતું નથી, કે નિયમો બનાવેલ ખાલીને ખાલી કાગળ ઉપર જ રહી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.

કડી શહેરમાં દારૂ, જુગાર, વરલી-મટકા તથા ગણી બધી અસામાજીક પ્રવૃત્તિઓ ખુબજ પ્રમાણમાં વધી રહી છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપેલ હોવા છતાં અમુક અધિકારીઓ પોતાની સત્તાનો ગેરફાયદો ઉઠાવીને શહેરમાં અલગ અલગ ચાલતા દારૂના બાર વેચાણ માટે જયારે પરમિશન આપેલ હોય તે રીતે દારૂનું જથ્થા બંધ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સામાન્ય નાગરિક જોડે પોતાના વાહન વ્યવહારના ડોક્યુમેન્ટ જોડે ના હોય તો તે વાહનો ડિટેન કરવામાં આવે છે તો બુટલેગરોના વાહનો ડિટેન કેમ કરવામાં નથી આવતા..? કડીમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂનું કડીમાં હોમ ડિલિવરીના મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાનું વાહન લઇ ને નીકળતા હોય છે ત્યારે પોતાના વાહન પર નંબર પ્લેટ લગાવેલ હોય છે જરૂરી ડોક્યુમેન્ટ પણ સાથે હોય છતાં પણ કોઈને કોઈ ખામી કાઢીને પોલીસ તંત્ર દ્વારા તે સામાન્ય નાગરિક જોડેથી દંડ વસુલ કરવામાં આવતો હોય છે કે પછી જરૂરી કાર્યવાહી કરી ને તે વાહન ડિટેન કરવામાં આવતું હોય છે. તો કડી શહેરમાં બુટલેગરો જે પોતાના દારૂના વેચાણ માટે જે ટુ-વહિલર કે ફોર-વહિલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા સાધનોમાં નથી કોઈ નંબર પ્લેટ હોતી નથી, કોઈ ડોક્યુમેન્ટ હોતા તો શું કડી પોલીસ તંત્રના અધિકારીઓને જોવા નથી મળતું કે પછી બધું અંદરો અંદર ગોલ માલ કરવામાં આવતું હોય છે.

મહેસાણા જિલ્લાના પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ થોડાક સમય પહેલાં કડી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં અનેક ગેર પ્રવૃતિઓ ચાલી રહી છે તેને રોકવા માટે યોગ્ય પગલા અને અલગ અલગ ટીમો દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. છતાં પણ કડી પોલીસ તંત્રના અધિકારીઓ પોતાના અંગત ફાયદા અનુસાર દારૂના વેપારીઓનો સાથ સહકાર આપતા હોય છે અને સમગ્ર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડારતાં જોવા મળી રહ્યા છે. ગુનેગારોને અંકુશમાં લાવી ગુનાઓનું પ્રમાણ ઘટાડવા જિલ્લા ના પોલીસવડા અનેક સૂચનાઓ આપવામાં આવતી હોય છે ત્યારે કડી પોલીસ દ્વારા તેમના કડક વલણ ઉપરવટ જઇ પોતાના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂના બાર ચાલી રહ્યા છે. એટલું જ નહીં હવે ચરસ અને ગાંજાનું પણ ક્યાંક વેચાણ થતું હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શું આ અહેવાલ થી મહેસાણા જિલ્લાનાના પોલિસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ કડી પોલીસ તંત્ર પર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?

કડીમાં કડિયાની ખડકી નં – 1ની સામે ખુલ્લે આમ ચરસ-ગાંજોનું સેવન

કડી શાકમાર્કેટ જોડે આવેલ કડિયાની ખડકી નં-1ની સામેની બાજુમાં અમુક યુવાનો ખુલ્લે આમ ચરસ-ગાંજો પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવાનો ત્યાં બેસીને ચરસ-ગાંજો પીવામાં આવે છે. ત્યાંથી પોલીસના અધિકરીઓ વારંવાર પેટ્રોલિંગમાં નીકળતા હોય છે તો પણ કેમ આમની પર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યાં ના રહેતા રહેવાસીઓ તેમને અહીંયા પીવાના બેસવાનું કે તો દાદાગીરી કરતા હોય છે અને પોતે પોલીસ વારા હોય તેમ બોલીને લોકોને ડર આપતો રહે છે. અને તે યુવાનને જાણે કાયદાનો ડર ના હોય તેમ પોલીસ તંત્રને અપશબ્દો બોલે છે. તો આજ રોજ ત્યાં ના રહેતા રહેવાસીઓ ભેગા મળીને તેને સમજાવતા હતા તો કે તું ભાઈ અહીંયા આવી રીતે ખુલ્લે આમ ચરસ-ગાંજો ના પીવે તો તે વ્યક્તિ ઉપરથી ખોટી દાદાગીરી કરીને લોકોને પોલીસ હોવાનો ડર જતાવતો રહે છે. આવા યુવાન સામે કડી પોલીસ તંત્ર જરૂરી કર્યાવાહી કરે તેવી કડિયા ખડકી નં-1 ના રહેતા રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.

 61 ,  1