IPL-2019: DDvsCSK, પોતાના જ ગઢમાં પંત કરશે ધોનીનો સામનો

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૨માં દિલ્હી કેપિટલ્સ- ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો ખેલાશે. રાત્રે ૮થી આ મુકાબલાનો પ્રારંભ થશે. પ્રારંભિક મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે જ્યારે દિલ્હી કેપિટલે મુંબઇ ઇન્ડિયન્સ સામે વિજય મેળવ્યો હતો.

પ્રારંભિક મુકાબલાની સરખામણીમાં ચેન્નાઇને ટોપ ઓર્ડર પાસેથી વધુ સારા દેખાવની આશા રહેશે. આજના મુકાબલા માટે ચેન્નાઇની ટીમમાં ફાફ ડુ પ્લેસિસ, ઓલરાઉન્ડર ડેવિડ વિલેને સામેલ કરવામાં આવી શકે છે. ચેન્નાઇ-દિલ્હી વચ્ચે આઇપીએલમાં કુલ ૧૮ મુકાબલા થયા છે. જેમાંથી ચેન્નાઇનો ૬માં અને દિલ્હીમાં ૧૨માં વિજય થયો છે. બંને વચ્ચેના છેલ્લા પાંચ મુકાબલામાંથી ચેન્નાઇએ ૩માં અને દિલ્હીએ બેમાં જીત મેળવી છે

દિલ્હી કેપિટલ્સ : શિખર ધવન, પૃથ્વી શો, કોલિન ઇનગ્રામ, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, કેમો પોલ, તેવાટિયા, અક્ષર પટેલ, કેગિસો રબાડા, ટ્રેન્ટ બૌલ્ટ, ઇશાંત શર્મા.

ચેન્નાઇ સુપર કિંગ્સ : શેન વોટ્સન, અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, કેદાર જાધવ, એમએસ ધોની (કેપ્ટન), ડ્વેન બ્રાવો, ડેવિડ વિલે, રવિન્દ્ર જાડેજા, હરભજન સિંહ, દિપક ચહર.

 32 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર