અમદાવાદમાં કર્ફ્યૂનો અમલ શરૂ, શહેર પોલીસને હવાલે

અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ, સમગ્ર શહેર સૂમસામ

તહેવારો બાદ વકરતા કોરોનાને નાથવ અમદાવાદમાં કર્ફ્યૂ શરૂ થયો છે. સમગ્ર શહેર સુમસામ ભાસી રહ્યું છે. ચારેતરફ પોલીસે નાકાબંધી કરી દીધી છે. આખું શહેર પોલીસના હવાલે થયું છે. આ પહેલાં શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેનું જાહેરનામુ બહાર પાડીને તેનો અમલ કરવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કર્ફ્યૂ લાગશે એટલે કે સોમવારથી રાત્રી કરફ્યૂ અમદાવાદમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી અમલી રહેશે.

સળંગ કર્ફયુ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પર વિમાનોની ઉડ્ડયન સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. એરપોર્ટ માટે ટેકસી સેવા મેળવવા એર ટિકિટ અને આઇડી પુરાવા સાથે રાખવા પડશે. એ જ રીતે રેલવે દ્વારા આવતા પ્રવાસીઓને તેમની ટિકિટ અને આઇડી પુરાવાના આધારે તેમને જવા દેવામાં આવશે. સીએની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. કર્ફયુ દરમ્યાન તમામ પેટ્રોલ પંપ રાબેતા મુજબ ચાલુ રહેશે.

કોરોનાની સ્થિતિને જોતાં સુરત, વડોદરા અને રાજકોટમાં માત્ર રાત્રિ કર્ફયુ અમલમાં રહેશે. બીજી સુચના ના મળે ત્યાં સુધી તેનો અમલ કરાશે. દિવસ દરમ્યાન રાબેતા મુજબ બજારો વગેરે. ખુલ્લા રહેશે.

કર્ફ્યૂમાં કેટલી રાહત મળશે

 1. લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે.
 2. અતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
 3. દૂધ વિતરણ ચાલુ રહેશે.
 4. રલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે.
 5. એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે.
 6. C.A., A.S.C , C.S સહિત તમામ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીના આઈકાર્ડ ફરજીયાત રહેશે.
 7. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને અવર જવર પર મજૂરી.
 8. પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
 9. તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મંજૂરી.
 10. તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
 11. પટ્રોલિયમ, CNG , LPG , પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
 12. પોલીસ કમિશનરનાં જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે.

 132 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર