આવતીકાલથી અમદાવાદમાં રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ, જાણો વિગત

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા AMC દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદમાં સર્જાઇ છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા.

સ્થિતી વિકટ થતી જોઇને હાલ તંત્ર દ્વારા રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનાં કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. 20 નવેમ્બરથી (આવતીકાલથી) આગામી સુચના સરકાર દ્વારા ન આપવામાં આવે ત્યાં સુધી આ કર્ફ્યું યતાવત્ત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાત્રી બજારો તંત્ર માટે માથાનો દુખાવો બનેલા હતા. જેના કારણે હવે રાત્રી બજારો ન ભરાય તે માટે અને લોકો ફરે નહી તે માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

તે સિવાય અસારવા સિવિલમાં 1200 બેડ સાથે વધુ 400 બેડ ઉમેરવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડ વધારવામાં આવ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ચાંદખેડા, સરદારનગર, ભાટ વિસ્તારમાં વસતા નાગરિકો કોવિડની સારવાર ગાંધીનગર કરાવી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

 207 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર