આજે રાત્રિ કરફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે – DyCM નીતિન પટેલ

મહાનગરોના કમિશ્નરને જરૂરી પગલા અંગે સૂચના અપાઈ : નીતિન પટેલ

રાજ્યમાં વધી રહેલા કોરોનાને લઇ કરફ્યૂ અંગે મોટી વાત સામે આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે કરફ્યૂ અંગેનો નિર્ણય કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે. કઈ જગ્યાએ કેટલા સમય માટે કરફ્યૂ લગાવવો, છૂટછાટ અંગે આજે નિર્ણય લેવામાં આવશે. 

આજે સાંજ સુધીમાં રાત્રિ કર્ફ્યૂ વધારવા અંગે નિર્ણય થશે. તે વિશે નીતિન પટેલે કહ્યું કે, આજે કોર ગ્રુપની બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે નિર્ણય થશે. કમનસીબે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહાનગરોના કમિશ્નરને જરૂરી પગલા અંગે સૂચના અપાઈ છે. રાત્રિ કરફ્યૂ અંગે સાંજ સુધીમાં નિર્ણય જાહેર કરાશે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા લેવામાં આવશે. કોર ગ્રુપ DGP, મ્યુનિ.કમિશ્નરને જાણકારી કરશે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ અમદાવાદમાં ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાની સાથે જ હવે હોસ્પિટલના બેડો પણ ભરી ભરાવા લાગ્યા છે. શહેરમાં એક માર્ચના ખાનગી હોસ્પિટલમાં માત્ર 7 ટકા બેડ ભરેલા હતાં. પરંતું 15 માર્ચ સુધીમાં લગભગ 20 ટકા ભરાઈ ગયા છે. એટલે કે દર્દીની સંખ્યામાં 15 જ દિવસમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. 

વધતા જતા  કોરોનાના કેસના  કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. 

અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુર, મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા,  ગોતા અને બોડકદેવમાં ખાણી-પીણી બજાર રાત્રે બંધ રહેશે.

 75 ,  2