September 23, 2021
September 23, 2021

અફઘાનિસ્તામાં કોલેજમાં છોકરા-છોકરીઓ વચ્ચે લાગી ગયો ‘પડદો’

તાલિબાની રાજની પ્રથમ તસ્વીર

અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદ તાલિબાની ઉચ્ચ શિક્ષણ મંત્રાલય દ્વારા એક આદેશ જારી કર્યો હતો જેમાં કહ્યું હતું કે યુનિવર્સિટીમાં છોકરાઓ અને છોકરીઓના વર્ગો અલગ-અલગ હોવા જોઈએ અને આ શક્ય ના હોય વચ્ચે પરદો લગાવવો જોઈએ. તાલિબાનના આ ફરમાન બાદ અફઘાનિસ્તાનના એક કોલેજની તસ્વીર વાયરલ થઈ રહી છે.

તાલિબાને તેના ફરમાનમાં લખ્યું કે યુનિવર્સિટીઓએ પોતાની સુવિધા પ્રમાણે મહિલા શિક્ષકોની ભરતી કરવી પડશે. જો મહિલા ન મળે તો અનુભવી અને સારા પુરુષોને પણ નિયુક્ત કરી શકાય. તસવીરોમાં પ્રોફેસરને ભણાવતા પણ જોઈ શકાય છે.

એમ પણ કહ્યું કે, કોલેજ, યુનિવર્સિટી જેવી જગ્યાઓ પર પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ હોવી જોઈએ તેમજ મહિલાઓ પુરુષ વિદ્યાર્થીઓના 5 મિનિટ પહેલા પોતાનું કામ પતાવી લે જેના કારણે પુરુષામને મળી શકે નહીં.

 45 ,  1