AMCની વડીલ સુખાકારી સેવા કારે સાઇકલ સવારને મારી ટક્કર, ઘટનાસ્થળે જ મોત

નહેરુબ્રિજ પર બેફામ AMCની કારે સાઈકલ સવારનો લીધો ભોગ

અમદાવાદમાં વધુ એક કોર્પોરેશનની ગાડીએ એક નિર્દોષનો જીવ લીધો છે. શહેરના નહેરૂબ્રિજ પાસે બેફામ AMCની કારે સાઇકલ સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત થયું હતું. તો બીજી પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છેકે, AMCના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી વડીલ સુખાકારી સેવા કારે વહેલી સવારે નહેરુબ્રિજ પર સાઇકલ સવારને ટક્કર મારી હતી. કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારીને ત્યાંથી પસાર થતાં સાઈકલ સવારને અડફેટે લીધો હતી. અકસ્માતમાં સાઈકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 110 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર