કરવા ચોથ – ડાબરવાળી માનસિકતા ખતરનાક., ચેતો..!

ડિયર ડાબર, હિન્દુઓના કરવા ચોથનું આવુ ઘોર અપમાન..?

બતાવો, ક્યાં બે મહિલાઓ પતિ-પત્ની બનીને વ્રત ઉજવે છે..?

પ્રચાર માટે હિન્દુઓના જ વાર-તહેવારો મળે છે….?

અપમાન કરો-ઠેકડી ઉડાવો અને પછી માફીનામા…!

માર્કેટીંગ કંપનીઓના હિન્દુવિરોધી નુસ્ખા રોકો..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ભારતમાં પોતાની ચીજવસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વિવિધ કંપનીઓ નીત નવા નુસ્ખા અપનાવે છે. ખરેખર તો એ કંપની માટે પ્રમોશન કરનારી પીઆર એજન્સીઓ કે માર્કેટીંગ એજન્સીઓ તેમને એવી સલાહ આપતી હોય કે આપણે એક એવી જાહેરખબર બનાવીએ કે તેનાથી વિવાદ થાય અને પછી ઉહાપોહ થાય તો કહી દેવુ કે ના..ના અમારે કોઇની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, અમો દિલગીર છીએ….અને ત્યાં સુધીમાં કંપનીની પોતાની અને તેની પ્રોડક્ટને પ્રચાર માધ્યમોમાં નેગેટીવ તો નેગેટીવ પણ પ્રસિધ્ધિ મળે, નોંધ તો લેવાય અને વકરો એટલો નફો.. માનીને વગર પૈસાનો પ્રચાર પણ થઇ જાય….

1884માં એસ.કે. બર્મન દ્વારા યુપીના ગાઝિયાબાદમાં સ્થપાયેલી ડાબર કંપની આયુર્વેદિક ચીજવસ્તુઓ બનાવે છે. ટુથપેસ્ટથી લઇને ચ્યવનપ્રાશ. એ કંપનીને કોઇ માર્કેટીંગ કંપનીએ કહ્યું-ચલો કુછ તુફાની કરતે હૈ….અને એવુ તુફાની કર્યું કે ડાબરવાલા ને 21વી સદી કે ભારત કો ખજૂરાહો યુગ મેં પહુંચા દિયા…!

ઉત્તરભારતમાં આસો પૂનમ બાદ ચોથા દિવસને કરવા ચોથના તહેવાર તરીકે ઉજવાય છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુ માટે આખો દિવસ વ્રત રાખે. જળ સુધ્ધા ન લે અને આકાશમાં ચાંદામામા નિકળે એટલે તેની સાક્ષીએ ચાળણીથી પતિને નિહાળે. એક ગુજરાતી મહિલાને કરવા ચોથ કરનાર હિન્દી ભાષી મહિલાએ પૂછ્યું કે તુમ અપને પતિ કે લિયે કરવા ચોથ કા વ્રત નહીં રખતે હો.. ? ગુજ્જુ મહિલાએ ખાખરા ખાતા ખાતા કહ્યું કે કે શાદી સે પહલે જિસકો અચ્છી તરહ સે દેખા હો, પૂછપરછ કી હો ઉસકો ચાયળી સે ક્યા દેખના…!! ઔર હમારે મે તો વડસાવત્રી મેં પેડ કો ઘરવાલે કે લિયે ઇતના દોરા બાંધતે હૈ કી વો ઇસ જન્મ મેં તો ક્યા કીસી ભી જન્મ મેં કીસી કે પાસ જા હી નહીં સકતા…!!

જે તહેવાર પતિ-પત્ની માટે છે અને ભારતમા હજુ વિદેશની એવી કોઇ હવાએ જોર પકડ્યું નથૂી કે બે યુવતીઓ ખુલ્લેઆમ પતિ-પત્ની તરીકે સોસાયટીમાં રહેતી હોય અને તેને માન-સન્માન આપતા હોય. બે યુવતીઓ પતિ-પત્ની તરીકે કઇ રીતે રહી શકે..? સૃષ્ટિનું સર્જન કરનારે એવી કોઇ વ્યવસ્થા જ કરી નથી કે બે યુવકો કે બે યુવતીઓ લગ્ન કરે અને સમાજમાં ખુલ્લેઆમ પતિ-પત્ની તરીકે સામાન્ય જીવન ગાળી શકે…

વિદેશની સંસ્કૃતિ ઘાતક અને કુદરતના નિયમોથી વિરૂધ્ધ બની રહી છે. ડાબરવાળાએ કરવા ચોથનું વ્રત પતિ-પત્ની(સ્ત્રી-પુરૂષ) નહીં પણ બે યુવતીઓ ઉજવી રહી છે એવી જાહેરખબર બનાવીને કંપનીની અપેક્ષા પ્રમાણે વાદ-વિવાદ થયો, વિરોધ થયો, કંપનીને તતડાવવામાં આવી, પગલા ભરવાની વાત થઇ અને ડાબરે ડાહ્યાડમરા થઇને ઠાવકાઇથી સાવ ભોળા ભાવે જાણે કે કાંઇ ખબર જ ના હોય તેમ કહી દીધુ-ઓહ…એવુ છે…ના..ના અમારો એવો કોઇ ઇરાદો નથી હોં..નહોતો..સોરી..સોરી…અને વાત પૂરી.

ખરેખર તો વાત ત્યાંથી શરૂ થવી જોઇએ છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધર્મના રીતરિવાજો ધાર્મિક ઉત્સવો, પવિત્ર સંબંધોને હળવાશથી લઇને તેની સાથે ચેડાં કરવાની એક માનસિકતાને પ્રોત્સાહન મળી રહ્યું છે. એવા સમયે ડાબરની પ્રોડક્ટનો બહિષ્કાર થવો જોઇએ, ઉગ્ર વિરોધ થવો જોઇએ અને ધાર્મિક લાગણી દુભવવાનો કેસ ડાબરની સામે થાય તો બીજી વાર માર્કેટીંગવાળા એવી સલાહ ના આપે. આ તો શું છે કે બે સજાતિય મહિલાઓને પતિ-પત્ની તરીકે બતાવીને કરવા ચોથના પવિત્ર વ્રતનું ઘોર અપમાન થયું, લાગણીઓ દુભાઇ ગઇ અને સહન કરીને સમસમીને બેસી રહ્યાં…!! કાલે કોઇ ડાબરની જેમ કાબરચિતરો આવશે અને હિન્દુઓના વાર-તહેવારોની સાથે આવી નફફ્ટ-નપાવટ અને ના-લાયક બિભત્સ મજાક કરશે, હુહુહુ…કરીને ઠેકડી ઉડાવશે અને પછી માફી માંગશે..!

ગરબે કી રાત આલબ્મમાં નવરાત્રિમાં જેમની આરાધના કરવામાં આવે છે એ માતાજીના ગરબામાં માદક અને ઉત્તેજક અભદ્ર દ્રશ્યો બતાવાય, કોઇ સાધુ સંત માતાજીના શરીરનું ખરાબ વર્ણન કરે..વિવાદ થાય એટલે માફી માંગીને છૂટી જાય. રસ્તા પર ફટાકડાં નહીં ફોડવાની સલાહો આપવામાં આવે છે…ફટાકડાં પર દેવીદેવતાઓની તસ્વીરો લગાવવામાં આવે છે અને એવુ બધુ ચાલ્યા કરે છે.

ઉગ્ર વિરોધ નહીં થાય તો આગામી સમયમાં બે પુરૂષો કરવા ચોથ ઉજવતા હોવાનુ બતાવશે,,પવિત્ર સંબંધોને લાંછન લાગે એવુ બધુ કરશે અને માફી-વાફી માંગીને મામલો રફેદફે થઇ જશે. કોઇએ ડાબરવાળાને પૂછવુ જોઇએ કે તમારા પરિવારમા આ રીતે બે મહિલાઓ કરવા ચોથનો વ્રત ઉજવે છે ખરાં..?! ડાહ્યાડમરા ડાબરની વાત છોડો આખા ભારતમાં બે મહિલાઓએ કરવા ચોથનો વ્રત ઉજવ્યો હોય એવી એક પણ ઘટના કે કિસ્સો બન્યો છે ખરો…? હિન્દુ એટલે ગરીબ કી જોરૂ…?

એક ધર્મના વારતહેવારો અને રીતરિવાજોની હાંસી ઉડાડવાની ડાબરવાળી માનસિકતા ખતરનાક છે. બાત આઇ-ગઇ હો ગઇ …એમ માનીને બેસી રહેશો તો…? કુછ ભી હો સકતા હૈ…કુછ ભી દિખા સકતે હૈ..

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી