‘દાદા’ સ્ત્રીઓ પર ટિપ્પણી કરીને ભરાયા, લોકોએ કર્યો વિરોધ

BCCI પ્રમુખ ગાંગુલી વધુ એક વિવાદમાં ફસાયા

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી વિવાદોમાં વધુ સપડાયા છે. થોડા દિવસો પહેલા જ ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે તેના મતભેદો સામે આવ્યા હતા અને હવે ગાંગુલી નવા વિવાદમાં ફસાયા છે. ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે, જીવનમાં ફક્ત પત્ની અને ગર્લફ્રેન્ડ જ તણાવ આપી શકે છે. જોકે, મજાકમાં કરેલી આ ટિપ્પણીનો હવે લોકો વિરોધ કરી રહ્યા છે.

આજકાલ સૌરવ ગાંગુલી અવારનવાર પોતાના વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. ગુડગાંવમાં એક ઈવેન્ટ દરમિયાન સૌરવ ગાંગુલી ઉપસ્થિત રહ્યા હતા. જો કે, આ ઈવેન્ટમાં દાદાનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કયા ખેલાડીનો એટિટ્યુડ ગમે છે તેવા સવાલ પર ગાંગુલીએ કહ્યું હતું કે, તેનો વિરાટનો એટિટ્યુડ ગમે છે પણ તે બહુ ઝઘડાઓ કરે છે. જે બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અન્ય એક પત્રકારે સવાલ કર્યો હતો કે, તમે જીવનમાં તણાવનો સામનો કેવી રીતે કરો છો? જો કે અગાઉની જેમ જ દાદાએ આ સવાલનો મજાકિયા અંદાજમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, જીવનમાં ફક્ત પત્ની અને ગર્લફ્રેન્ડ જ તણાવ આપે છે.

જો કે, સૌરવે કરેલી આ ટિપ્પણી સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થઈ ગયો હતો. અને ટ્વિટર પર સૌરવ ગાંગુલીની ટીકા કરતાં લોકોએ તેની ટિપ્પણીને સેક્સિટ ગણાવી હતી. ક્રિકેટ ઓફ સર્કલ નામના એક એકાઉન્ટ દ્વારા ગાંગુલીની આ ટિપ્પણીને શેર કરવામાં આવી હતી અને સાથે લખ્યું હતું કે, દાદાની આ વાતથી કેટલા લોકો સહમત છે?

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી