દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું શનિવારે મતદાન..

ચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ; કાલે મતદાન

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું શનિવારે મતદાન થશે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. ભાજપમાંથી મહેશ ગાવિત, શિવસેનામાંથી કલાવતી ડેલકર મેદાનમાં છે.

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું શનિવારે મતદાન થશે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટા ચૂટણીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. વિશેષ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરનાં પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે

દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન યોજાશે. લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે સંઘપ્રદેશમાં કુલ 333 બુથ ઉભા કરવામા આવ્યા છે. જેના પર 2,58,838 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સંઘ પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે IRBN અને CAPFની બટાલિયન સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરી સુરક્ષા ગોઠવી દેવામા આવી છે. મતદાનના પગલે સંઘપ્રદેશની તમમ ચેકપોસ્ટ પણ સીલ કરી દેવામા આવી છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી