દહેગામ : ચૂંટણી અદાવતમાં ખેતરમાં આગચંપી, હજારોનું નુકસાન

હારનાર ઉમેદવારે આપી ધાક ધમકી, તંગદિલી

દહેગામ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર જિંડવા ગામના સરપંચ પદના ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થયા બાદ બંને જૂથના સમર્થકો દ્વારા ગાળાગાળી અને ઝપાઝપીનો બનાવ બન્યો હતો. દબાણ આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ સાથે તાત્કાલિક ટોળાં સુધી પહોંચી મામલો શાંત પાડયો હતો. જિંડવા ગામનું પરિણામ જાહેર થયા બાદ રખિયાલ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

જો કે સાંજે હારની અદાવત રાખી એક જૂથના સમુદાયે પથ્થરમારો કર્યા બાદ ખેડૂતોના ખેતરમાં આગ લગાવી છે. એક જૂથના સમુદાયે હારની અદાવતમાં ખેડૂતના મઠના ઉભા પાકને આગચંપી કરી હતી. જીતેલા ઉમેદવારના પરિવારજનોને ધાક ધમકી આપી છે. ગામમાં હરવા ફરવા પર અને અન્ય પ્રવૃતિઓ પર એક જૂથના સમુદાયે ધમકી આપી છે. ખેડૂતોના ખેતરોના ડ્રિપ ઈરીગેશનના કનેક્શન પણ કાપી નાંખવાની ધમકી કરી રહ્યા છે. રખિયાલ પોલીસ સ્ટેશનના જવાનોનો કાફલો ગામમાં તૈનાત કરાયો છે. ભૂતકાળમાં પૂર્વ સરપંચ રહેલા વ્યક્તિના શખ્સોની કરતૂત હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી. હાલ રખિયાલ પોલીસ અને દહેગામ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બપોરે પણ ચૂંટણીની જીત બાદ પૂર્વ સરપંચના ગ્રુપે જીતની અદાવત રાખીને હુમલો કર્યો છે. જીતનાર એક સમુદાયના સરપંચ ઉમેદવારના પરિવાર પર હુમલો કર્યો.

હારની અદાવત રાખીને કેટલાક શખ્સોએ ખેતરમાં આગચંપી કરી. દહેગામના જીંડવામાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસની પણ સ્થિતિ પર નજર છે.

 112 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી